સૌરાષ્ટ્રમાં વહેલી સવારથી મેઘો મંડાણો: આ શહેરો થયા પાણી-પાણી, ધાતરવાડી નદીમાં આવ્યું પુર

200
Published on: 12:07 pm, Thu, 23 June 22

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થઈ ગઈ છે અને આ સિઝનમાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ વરસી ગયો છે. ત્યારે હવામાન વિભાગે ત્રણ દિવસ સામાન્ય વરસાદની આગાહી કરી છે. બીજી તરફ સૌરાષ્ટ્રમાં સવારથી જ ભારે વરસાદ શરૂ થયો છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગર અને રાજકોટ જિલ્લામાં વરસાદે પ્રવેશ કર્યો છે. આ ઉપરાંત, મહીસાગર અને અરવલ્લી જિલ્લામાં સવારથી વરસાદ શરૂ થયો છે.

આ ઉપરાંત, જો અમરેલી જિલ્લાની વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. જેસર રોડ, રિદ્ધિ સિદ્ધિ ચોક, મહુવા રોડ, હાથસણી રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે.

ભારે વરસાદના કારણે નાના રાજુલાથી નાના રીગણીયા રોડ પર પાણી ભરાઈ ગયા છે. ગામ લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારથી અમરેલી અને આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત, ખાંભા શહેરમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભાના મોટાભાગના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે ખાંભાની ધાતરવાડી નદીમાં પુર આવ્યું છે.

મહુવા પંથકમાં ચાર દિવસની રજા બાદ મેઘરાજા ભાવનગર પહોંચ્યા છે. આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. મહુવા પંથકના કણકોટ, ઉંચા કોટડા, ઓઠા, કસાણ, ખારી, દયાળ, બગદાણા સહિતના ગામોમાં મેઘ મહેર. સવારથી જ મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. દરિયાકાંઠાના ગામડાઓમાં વધુ વરસાદ પડી રહ્યો છે.

જાણવા મળ્યું છે કે, રાજકોટમા ગોંડલના મોવિયામાં વરસાદી માહોલ વચ્ચે વીજ શોકનો બનાવ બન્યો છે. વીજ શોક લાગતા ગાયનું મોત થયું હતું. મોવિયા ગામમાં લોખંડનો વીજપોલ આવેલો છે. ધોરાજી શહેરમાં વહેલી સવારથી જ વાદળ છાયુ વાતાવરણ હતું. ત્યારબાદ વરસાદને કારણે વાતાવરણમા ઠંડક પ્રસરી છે. ધોરાજી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. સરદાર ચોક, ગેલેક્સી ચોક, જેતપુર રોડ, જમનાવડ રોડ, બસસ્ટેશન, રેલવે સ્ટેશન સહિતના વિસ્તારોમાં વરસાદ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…