રાજ્યના મોટા ભાગના ડેમો 100 ટકા છલકાતા ‘રેડ એલર્ટ’ પર મુકાયા કેટલાય ગામ- કરોડોના નુકશાનની છે ભીતિ

199
Published on: 5:45 pm, Tue, 14 September 21

સૌરાષ્ટ્રના 37 જળાશયો 100 ટકા ભરાઈ ગયા છે અને તંત્રએ એલર્ટ પર મૂકી દીધા. છલકાયેલા આ દરેક ડેમોમાંથી પાણી છોડાતાં નિચાણવાળા ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. સેંકડો ઘર ખેતરો પાણીમાં ગરકાવ થયા છે ત્યારે લોકોની ચિંતામાં સતતને સતત વધારો થઈ રહ્યો છે.

જામનગરમાં UND 1, UND 2, UND 3,ઉમિયા સાગર, વોડીસંગ, પુના, વઘડિયા, સપડા, વિજરખી સસોઈ 2 અને ફુલઝર 1-2 સંપૂર્ણ પણે ભરાઈ ગયા છે.

રાજકોટમાં વેણુ 2, મોજ, ન્યારી 2, વેરી, લાલપરી, કબીર સરોવર, મોતિસગર, સોળવદર, વરછા પરી સહિત બીજા અન્ય ડેમો સંપૂર્ણપણે ભરાઈ ગયા છે.

આ સાથે સાથે જ સૌરાષ્ટ્રના અન્ય ડેમો પણ સંપૂર્ણપણે ભરાઇ ગયા છે. ઓઝત વિયર (વંથલી), હસનપુર ઓજત 2, અંબાજી, ઘાફરડ, બાંટવા-ખારો, ધાતરવાડી, ખોડીયાર, સુરજ વાળી, ધાતરવાડી 2, સારણ, ખંભાળા, કાબરકા, રાવલ, ખારો, શેત્રુંજી સહિત ઘણા ડેમો છલકાઈ ગયા છે.

વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડના કપરાડા માં ૭.૫૦ ઇંચ વરસાદ નોંધાયો હતો અને મધુબન ડેમની સપાટી 78.20 મીટર નોંધાઈ હતી.

જૂનાગઢ જિલ્લામાં સતત ત્રીજા દિવસે વર્ષા યથાવત રહી છે. ત્યારે માંગરોળમાં 6 અને કેશોદમાં પાંચ ઇંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.

રાજ્યમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તો સતત ને સતત વરસાદ પડવાથી મહિનાઓથી ખાલી પડેલા ડેમો અને જળાશયો છલકાઈ ચૂક્યા છે. સેંકડો લોકોને પોતાના ઘર છોડીને સલામત જગ્યાએ જવાનો વારો આવ્યો છે જ્યારે હજુ પણ આવનારા સમયમાં કેટલાય લોકોને સ્થળાંતર કરવાની જાહેરાત કરી દીધી છે. વરસાદના કારણે સૌથી મોટું નુકસાન તો ખેડૂતોને જ થયું છે. આજથી થોડા દિવસ પહેલા જ ખેડૂતો વરસાદ પડે તેવી આશા રાખી રહ્યા હતા પરંતુ હાલમાં કેટલો વરસાદ પડી ગયો છે કે ખેતરો તળાવ બન્યા છે અને પાકો નાશ પામ્યા છે.

જામનગર ની વાત કરીએ તો એક જ રાતમાં ૧૮ જેટલા જળાશયો છલકાઈ ગયા છે અને ઉપરથી પાણી વહેવા લાગ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે મોટાભાગના ગામડાઓની સ્થિતિ ખૂબ જ ગંભીર બની છે. લોકો પોતાનો જીવ બચાવવા ઘરની છત ઉપર ચઢી ગયા છે. નવા નીર ની આશા રાખતો ખેડૂત આજે એ જ નીરથી રડી રહ્યો છે, ગુજરાતમાં વરસાદ પાછો ખેંચાતા પાણીની સમસ્યા ઊભી થઈ હતી પરંતુ હાલમાં કેટલો વરસાદ વરસ્યો છે કે આવનારા એક વર્ષ સુધીનું પાણી જમા થઈ ગયું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…