રાજ્યમાં અતિભારે વરસાદને કારણે નદીઓ બની ગાંડીતુર, સર્જાયા જળબંબાકારનાં દ્રશ્યો- પાંચ લોકોના મોત

158
Published on: 4:11 pm, Thu, 9 September 21

હવામાન વિભાગની આગાહી પ્રમાણે વહેલી સવારથી જ સમગ્ર રાજકોટ જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે ત્યારે  બપોરપછીથી તો જાણે મેઘ મહેર મેઘતાંડવ બની હોય એવું જણાઈ રહ્યું છે. રાજ્યમાં આવેલ ગોંડલના વાસાવડ ગામમાં ભારે મેઘતાંડવ જોવા મળ્યો હતો.

ધોધમાર એટલે કે, 3 ઇંચ વરસાદ વરસતા નદીમાં ઘોડાપુર આવ્યું છે. વાસાવડ ગામ નજીકથી નદી ગાંડીતુર બની છે. ગોંડલમાં ફક્ત દોઢ કલાકમાં 4 ઇંચથી વધારે વરસાદ ખાબકતા ઠેર-ઠેર ગળાડૂબ પાણી ભરાઈ ગયા છે. રાજકોટના જસદણમાં વિજળી પડવાને લીધે 2 મોત, ગોંડલમાં 1, પંચમહાલ તેમજ દાહોદમાં 1-1 વ્યક્તિનાં મોત થયા હતા.

ગોંડલમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે કે, જેને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. આની સાથે જ ગોંડલ, કોટડાસાંગાણી, આટકોટ, જસદણ સહિતના સમગ્ર પંથકમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ગ્રામ્ય પંથકમાં ધીમીધારે વરસાદ વરસી રહ્યો હતો.

ગોંડલમાં પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. અતિભારે વરસાદને લીધે હવામાનમાં ઠંડક પ્રસરી ગઇ છે. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી થઇ હતી. રાજકોટમાં વરસાદ એટલો છે કે, તંત્રને એરપોર્ટ પણ બંધ કરવાની ફરજ પડી છે. રાજકોટની બધી જ ફ્લાઇટો અમદાવાદમાં ડાયવર્ટ કરવામાં આવી છે.

ખરાબ હવામાનને લીધે વિઝેબિલિટી ખુબ ઓછી થતા મુંબઇથી રાજકોટ આવી રહેલ એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદમાં ડાયવર્ટ કરવામાં આવી હતી. અતિભારે વરસાદને લીધે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામ્યો હતો.

ગુજરાતના 162 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. સમગ્ર રાજ્યના 10 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 22 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ, રાજ્યના 50 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ. ગીર સોમનાથના સુત્રાપાડામાં 5.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આની સાથે જ અમરેલીના બાબરામાં 5.2 ઈંચ, માણાવદર તથા ખાંભામાં 4 ઈંચથી વધારે વરસાદ, વીસાવદર તથા ગોંડલમાં 4 ઈંચ, વલ્લભીપુર-ઉમરાળામાં 3.5 ઈંચ વરસાદ, ધારી, ગઢડા, બોટાદમાં 3-3 ઈંચ વરસાદ, કોડીનાર, ભેંસાણ, માળિયામાં 2.5 ઈંચ વરસાદ, શિહોર, ચોટીલા, વેરાવળમાં 2.5 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

આની સાથે જ લાઠી, ગીરગઢડા, વડિયામાં 2-2 ઈંચ વરસાદ, વંથલી, માંગરોળ, બગસરામાં 2-2 ઈંચ વરસાદ, મેંગરડા, રાજુલા, જાફરાબાદમાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જયારે અતિભારે વરસાદ થતા રાજ્યના  ચેકડેમો ઓવરફલો થઈ ચુક્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…