એકસમયે વરસાદ માટે તરસી રહેલું સૌરાષ્ટ્ર પાણીમાં ગરકાવ, ઘર ઘરમાં ભરાયા ઘૂંટણસમા પાણી- જુઓ દિલધડક દ્રશ્યો

170
Published on: 11:26 am, Tue, 14 September 21

છેલ્લા સતત 2 દિવસથી સમગ્ર રાજ્યમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ રહી છે કે, જેમાં સૌથી વધારે સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે છેલ્લા ફક્ત 24 કલાકમાં રાજ્યના કુલ 198 તાલુકામાં વરસાદ વરસ્યો છે, જેમાં સૌથી વધારે રાજકોટમાં આવેલ લોધિકા તાલુકામાં 20 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે.

ત્યારપછી જૂનાગઢ, જામનગર, પોરબંદર, ગીર-સોમનાથ, ડાંગ, વલસાડ તથા અમદાવાદમાં 1થી 18 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જયારે બીજી બાજુ, હવામાન વિભાગે આગામી 3-4 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી:
ચોમાસું ફરીથી સક્રિય થતાં આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ, જ્યારે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળિયું વાતાવરણ હોવા છતાં અતિભારે વરસાદ પડ્યો ન હતો.

રવિવારે અમદાવાદમાં વાદળિયા વાતાવરણની વચ્ચે દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડ્યાં હતા, જેને કારણે અમદાવાદનું મહત્તમ તાપમાન 31.4 ડીગ્રી તેમજ લઘુતમ 25.2 ડીગ્રી નોંધાયું હતું. આગામી 4 દિવસ દરમિયાન અમદાવાદમાં 1થી 3 ઇંચ વરસાદની આગાહી હવામાન વિશેષજ્ઞ દ્વારા કરાઈ છે.

જામનગર, રાજકોટ અને જૂનાગઢમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા મેઘમહેર હવે મેઘકહેર બની ચૂક્યો છે ત્યારે કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ઘોડાપૂરની સ્થિતિ થવાથી લોકોએ મેઘરાજાને ખમૈયા કરવા વિનંતી કરવી પડે તેવી સ્થિતિ સર્જાઈ છે. છેલ્લા 24 કલાકમાં ભારે રાજ્યમાં વિકટ સ્થિતિ સર્જાઈ છે તેને તસવીરોમાં નિહાળીએ…

જામનગરમાં પૂરના કારણે વાહનો ડૂબ્યા

ઘરમાં પાણી ઘૂસી જતા લોકો રસ્તા પર આવી પહોંચ્યા

ગ્રામ્ય વિસ્તારમાં કેડસમા પાણી ભરાયા

કોઝવે પર પાણી ફરી વળ્યા

જૂનાગઢ શહેરમાં ગોઠણડૂબ પાણી ભરાયા

જૂનાગઢનો વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો

જામનગરની શેરીઓમાં હોડીઓ ચલાવવી પડી

નાના બાળકોને ખભા પર બેસાડી સલામત સ્થળે લઈ જવાયા

વલસાડમાં કોઝવે પર પાણી ફરી વળ્યા

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…