ગીર સોમનાથમાં ફાટ્યું આભ: સતત બે દિવસથી મુશળધાર વરસાદ વરસતા સર્જાઈ પુર જેવી સ્થિતિ, પાણીમાં ગરકાવ થયું પ્રાચીન મંદિર

190
Published on: 4:40 pm, Thu, 7 July 22

હવે દરેક જગ્યાએ જબરદસ્ત વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં ગીર સોમનાથ જિલ્‍લામાં આભ ફાટ્યું છે. આ જિલ્લામાં બીજા દિવસે પણ મેઘરાજા મહેરબાન થયા હોય એમ વહેલી સવારથી વરસાદ વરસાવવાનું શરૂ થયું છે. જિલ્લાના છએ છ તાલુકામાં સવારે ચાર કલાકમાં સરેરાશ 1થી 3.5 ઈંચ જેવો વરસાદ વરસી ગયો છે. જાણવા મળ્યું છે કે, આ જિલ્લામાં સૌથી વધુ સુત્રાપાડામાં 3.5 ઈંચ, તો સૌથી ઓછો તાલાલામાં માત્ર 3 મિમી વરસાદ નોંધાયો છે.

સતત બે દિવસથી પડી રહેલા મુશળધાર વરસાદને કારણે આ જિલ્લાઓમાં પુર જેવી સ્થિતિ સર્જાઈ છે. સુત્રાપાડા પંથકની સરસ્વતી નદીમાં પૂર આવતાં સુપ્રસિદ્ધ પ્રાચી તીર્થનું માધવરાયજીનું મંદિર પાણીમાં ગરકાવ થયું છે. તો સુત્રાપાડા અને કોડીનાર પંથકનાં ખેતરોમાં હજુ પણ પાણી ભરાયેલાં હોવાથી ખેડૂતોની મૂંઝવણ વધી ગઈ છે. સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્‍થ‍િતિ સર્જાઇ છે.

સુત્રાપાડામાં સૌથી વધુ અને તાલાલામાં સૌથી ઓછો વરસાદ:
મળતી માહિતી મુજબ, આજે સવાર 6થી 10 વાગ્યા સુધીમાં એટલે કે માત્ર ચાર જ કલાકમાં સુત્રાપાડામાં સૌથી વધુ 3.5 ઈંચ, ગીર-ગઢડામાં 2.5 ઈંચ, કોડીનારમાં 1.5 ઈંચ જયારે વેરાવળમાં પણ 1.5 ઇંચ વરસાદ વરસી ચુક્યો છે. આ ઉપરાંત તાલાલામાં સૌથો ઓછો 3 મિમી વરસાદ નોંધવામાં આવ્યો છે. જિલ્લામાં આજે દરિયાઈપટ્ટીના તાલુકાઓની સાથે જંગલ વિસ્તાર નજીક આવેલા તાલુકાઓમાં પણ વરસાદ વરસવાનું શરૂ થતાં લોકોના જીવ તાવળે ચોંટી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Trishul News (@trishulnews)

બીજા દિવસે સતત વરસાદથી ખેતરો તરબતર હોવાથી ખેડૂતો મૂંઝાયા:
સતત બીજા દિવસે પણ મુશળધાર વરસાદ વરસવાને કારણે ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. જેને પગલે પાકોને માતબર નુકસાન થવાની ભીતિથી ખેડૂતો મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાયા છે, જ્યારે કોડીનાર અને વેરાવળ પંથકમાં ધીમી ધારે વરસાદ વરસી રહ્યો હોવાથી થોડીઘણી રાહત જોવા મળી રહી છે. જોકે હજુ બન્ને પંથકના આકાશમાં વાદળો ઘેરાયેલાં હોવાથી સંભવતઃ ભારે વરસાદ વરસવાની શક્યતા વર્તાઈ રહી છે. તો આજે સવારથી ઉના અને ગીર-ગઢડા પંથકમાં મેઘરાજા અનરાધાર હેત વરસાવી રહ્યા છે. બન્ને પંથકમાં ચાર કલાકમાં 2.5 ઈંચ જેવો વરસાદ વરસાવી દેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. હજુ બન્ને તાલુકાઓમાં વરસાદ વરસશે તેવો માહોલ છવાયેલો છે.

પ્રખ્યાત પ્રાચીનું મંદિર જળમગ્ન થયું:
અતિ ભારે વરસાદના કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. તેમજ ગીર જંગલમાં અને સુત્રાપાડા પંથકમાં બે દિવસથી સતત પડી રહેલા વરસાદને કારણે યાત્રાધામ પ્રાચી તીર્થમાંથી પસાર થતી સરસ્વતી નદીમાં વરસાદી પાણીની ભરપૂર આવકને પગલે પૂર આવ્યું હતું, જેના પગલે આજે સવારે નદીના પટમાં આવેલું પ્રખ્યાત પ્રાચી તીર્થનું માધવરાયજી ભગવાનનું મંદિર નદીના પૂરના પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. આમ, નદીમાં આવેલા નવા નીરમાં માધવરાયજી પ્રભુ પાણીમાં જળમગ્ન થયાનાં દૃશ્યો જોવા મળ્યાં હતાં.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…