આજે વહેલી સવારથી લો-પ્રેસરની અસર વધી – ગુજરાતના 121 તાલુકામાં અતિભારે વરસાદની આગાહી

Published on: 11:57 am, Wed, 8 September 21

8 સપ્ટેમ્બરની સવારના નવ વાગ્યાની માહિતી પ્રમાણે, ગુજરાત રાજ્યના 121 તાલુકામાં છેલ્લા ૨૪ કલાકમાં છૂટો-છવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના સૂરતમાં સૌથી વધુ 3.5 ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના સૂઈ ગામમાં 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે.

મહારાષ્ટ્ર સુધી બંગાળની ખાડીને લો-પ્રેશર સિસ્ટમ પહોંચી ગયું છે. લો-પ્રેશરની ભારે અસર મહારાષ્ટ્રમાં શરુ થઈ ગઈ છે. મહારાષ્ટ્રનાં મુરુદમાં 19 વરસાદ, હરનાઈમાં 15 ઇંચ, ડપોલીમાં 14 અને બુરોનદીમાં 11 ઈંચ વરસાદ નોંધાયો છે. આજ રાત્રીથી જ ગુજરાત રાજ્યમાં ભારે વરસાદની શરૂઆત થશે અને વરસાદના વિસ્તારોમાં પણ વધારો થશે.

ચોમાસુ શરુ થયા પછી અમદાવાદ જિલ્લામાં સીઝનનો માત્ર ૧૦ ઈંચ જ નોંધાયો છે. આ વર્ષે અમદાવાદ જિલ્લામાં ૫૫ ટકા વરસાદની ઘટ જોવા મળી છે. હાલ અમદાવાદમાં મહત્તમ તાપમાન ૩૨.૯ ડિગ્રી અને લઘુત્તમ તાપમાન ૨૫.૭ ડિગ્રી હોય છે. જોકે હાલમાં અમુક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે.

જ્યારે અમદાવાદ જિલ્લામાં આવતીકાલથી લો-પ્રેશર સિસ્ટમ સક્રિય બનતા 14 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. જેમાં અમદાવાદ જિલ્લામાં સૌથી વધારે 8 અને 9 તારીખે ભારે વરસાદની આગાહી છે. ગુજરાતના ઘણા એવા ભાગો છે કે, જેમાં આવનાર બે દિવસ દરમિયાન ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અતિભારે વરસાદ પડવાની શક્યતાઓ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને પૂર્વ સૌરાષ્ટ્ર વિસ્તારોમાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…