હાલમાં જયારે સમગ્ર રાજ્યમાં ગુલાબનો ખતરો મંડરાઈ રહ્યો છે ત્યારે ખેડૂતો પર ચિંતાનાં વાદળો છવાયા હોય એવું જણાએ રહ્યું છે. ‘ગુલાબ’ ચક્રવાતની અસરને લીધે રાજ્યમાં સતત છેલ્લા 2 દિવસથી અતિભારે વરસાદ ખાબકી રહ્યો છે તેમજ હાલમાં ‘ગુલાબ’ બાદ ‘શાહીન’ નામના વાવાઝોડાનો ખતરો ગુજરાત પર મંડરાઈ રહ્યો છે.
આવનાર 3 દિવસ હજુ ગુજરાત માટે ખુબ ભારે છે ત્યારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. રાજ્યમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્રમાં પડ્યો છે. સૌરાષ્ટ્રનો સૌથી અગત્યનો પાક મગફળી તથા કપાસ છે. જેમાં સમયસર વરસાદ ન થાય તો પાકને અસર થઇ છે તેમજ હવે વધારે વરસાદ પડતા ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.
મગફળીમાં 20% તથા કપાસમાં 30% નુકસાન:
કૃષિ નિષ્ણાંતોના મત પ્રમાણે સૌરાષ્ટ્રમાં વાવેતરની એકસાથે 2 પેટર્ન રહેલી છે કે, જેમાં પહેલી મે માસના અંતમાં અથવા તો જૂન માસની શરૂઆતમાં આગોતરું વાવેતર કરવું એ છે. આ વાવેતર 35% જેટલું હોય છે. બીજું એ છે કે, સીઝનનું વાવેતર થાય એટલે ચોમાસાની શરૂઆતમાં એક ખબૂ સારો વરસાદ વરસી જાય બાદમાં વાવેતર થાય.
હાલમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે જેને લીધે આગોતરા વાવેતરને માઠી અસર પહોંચી છે. કારણ કે, આ પાક તૈયાર થઇ જવામાં હોવાથી સીઝનમાં થયેલ વાવેતરમાં નુકસાન ન થાય એ માટે હજુ સરખા પાક્યા ના હોય એમ છતાં સૌરાષ્ટ્રનું કપાસ તથા મગફળીનું નુકસાનીનું ચિત્ર જોઈએ તો અતિભારે વરસાદ થવાથી મગફળીમાં 20% તથા કપાસમાં 30% નુકસાનીનો અંદાજ રહેલો છે.
અતિભારે વરસાદથી નુકસાની:
કપાસમાં આગોતરા માલનું નિકંદન નીકળી ચુક્યું છે ત્યારે આગોતરા કપાસ હવે પાણી સુકાય એટલે કાપી નાંખવા પડે એવી સ્તીથીમાં છે, કારણ કે જીંડવા વરસાદને કારણે ખરી ગયા છે તેમજ છોડ ઉભા છે તે સૂકાવા લાગ્યા છે. જેને જોતા આગોતરા માલમાં 35% જેટલું નુકસાન થયું હોવાનો અંદાજ રહેલો છે.
ખેડૂતો પાસે હવે કાપીને તરત શિયાળુ પાકો લેવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેલો નથી. પાછોતરાં વાવેતરમાં ખુબ સમસ્યા નથી પરંતુ હવે વરસાદ પડે તો તેમાંય જીંડવા ખરી જશે. કપાસના ઉત્પાદનનાં અંદાજ આ વખતે અનિશ્ચિત રહે તેમ છે. જો કે, મોડેથી કરવામાં આવેલ વાવેતરમાં કોઈ સમસ્યા ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.
અતિભારે વરસાદના કારણે મગફળી અને કપાસના પાકને નુકસાન – ખેડૂતોમાં વધતી ચિંતા #trishulnews #topnewstoday #news #follow #like #media #trending #gujaratinews #breakingnews #newsupdate #viralvideo #khedut pic.twitter.com/BWMHcRf7Ya
— Trishul News (@TrishulNews) September 30, 2021
મગફળીમાં નુકસાની થઈ રહી છે. આગોતરી 20 તથા 29 નંબરની મગફળી પાકી ગઈ છે. જે હવે ઉપાડવાનો સમય છે પરંતુ વરસાદને કારણે ઉપાડી શકાઈ નથી. જો હજુ ઉપાડી ન શકાય તો ઉગી જવાનું જોખમ વધુ રહેલું છે. 24, 37 તથા 39 નંબરની મગફળીમાં ઠેકઠેકાણે ઉગાવો શરૂ થઈ ચુક્યો છે. જેમણે કાઢી નાખી છે એમના પાથરા પલળી ગયા છે. ઉગેલી મગફળી ગોગડી થઈ જતા એના નહીં જેવા ભાવ આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…