જામનગરમાં નાના વડાળાની નદીના ધસમસતા પ્રવાહમાં ખાબકી વિદ્યાર્થીઓની ભરેલી સ્કૂલ બસ – જુઓ વિડીયો

207
Published on: 3:40 pm, Fri, 8 July 22

ગુજરાતના દરેક જિલ્લાઓમાં મેઘો મુશળધાર વરસી રહ્યો છે. સૌરાષ્ટ્રના મોટા ભાગના ગામડાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે, તો ઠેરઠેર પાણી ભરાયા છે જ્યારે જિલ્લાઓની નદીઓમાં નવા નીર આવતા નદીઓ ગાંડીતૂર બની હતી. રસ્તાઓ પર વરસાદી પાણી ફરીવાલ્યા છે. વરસાદના કરને કોઈ જગ્યાએ ખુશીનો માહોલ તો વળી કોઈ જગ્યાએ અનઈચ્છનીય ઘટનાઓ પણ બનવા પામી છે ત્યારે જામનગર જિલ્લાના કાલાવડ પંથકના નાના વડાળા ગામે સ્કૂલ બસ નદીમાં ખાબકી હતી.

કાલાવડ પંથકમાં ભારે વરસાદને પગલે નદીમાં એક તરફ ધોડાપુર આવ્યા છે ત્યારે જ નાના વડાળા ગામની ખાનગી સ્કૂલ બસ નદીના ધસમસતા પ્રવાહમાં ખાબકતા લોકોના જીવ તાળવે ચોટી ગયા હતા. નવ જેટલા બાળકો અને ત્રણથી ચાર શિક્ષકો બસમાં સ્વર હતા તે સમયે જ સ્કુલ બસ વરસાદી પાણીમાં વહીને નદીમાં પહોંચી ગઈ હતી. આ ઘટનાને લઈને કાલાવડથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે તાબડતોબ પહોંચ્યો છે અને સ્થાનિક તરવૈયાઓ અને લોકોની મદદથી હાલ ફાયર બ્રિગેડ દ્વારા નવ જેટલા બાળકોને બચાવી લેવા માટે રેસક્યુ ઓપરેશન પણ હાથ ધરાયું છે.

મળતી માહિતી અનુસાર, નાના વડાળા ગામના પેટ્રોલ પંપ નજીક રસ્તા ઉપર ખાડા પડેલા હોવાથી સ્કૂલ બસ વરસતા વરસાદે ખાડાઓ તારવી પસાર કરવા જતા પાણીના વહેતા પ્રવાહમાં પલટી મારી ગઈ હતી અને નદીમાં પહોંચી હતી. આ ઘટનાને પગલે સ્થાનિકોએ તાત્કાલિક તંત્રને જાણ કરતા તંત્ર અને સ્થાનિકોએ તાત્કાલિક બચાવવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ઉપાડી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને સહી સલામત બહાર કાઢ્યા હતા.

હજુ વરસાદને લઇ હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, આગામી 5 દિવસ રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં અતિભારે વરસાદ(Heavy rain) ખાબકશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…