છત્રી-રેઇનકોટ તૈયાર રાખજો! રાજ્યના આ વિસ્તારમાં આગામી 4 દિવસ ખાબકશે મુશળધાર વરસાદ

165
Published on: 3:39 pm, Fri, 17 June 22

હાલ જયારે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થઇ ગઈ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વધુ ચાર દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આજે રાજ્યના દમણ, દાદરનગર હવેલી, અમરેલી, ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. જયારે આવતીકાલે જૂનાગઢ, ગીર-સોમનાથ, અમદાવાદ, ખેડામાં વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને પાટણમાં આવતીકાલે પણ વરસાદ વરસી શકે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 24 કલાકમાં ચોમાસાએ જોર પકડ્યું છે અને ગુજરાતના 58 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ સુરતના કામરેજમાં 2.5 ઈંચ નોંધાયો છે. રાજ્યના વિવિધ વિસ્તારોમાં કપરાડામાં 1.75 ઈંચ, પલસાણામાં 1.5 ઈંચ, તારાપુરમાં 1 ઈંચ અને વડિયામાં 1.5 ઈંચ વરસાદ નોંધાયો છે.

કરજણમાં 1.5 ઈંચ, લીંબડીમાં પાંચ ઈંચ, લિલિયામાં અડધો ઈંચ અને હાંસોટમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. તો બોટાદમાં અડધો ઈંચ અને વઢવાણમાં અડધો ઈંચ વરસાદ નોંધાયો છે. જોકે, હવે મેઘરાજા મહેરબાન થયા છે જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

મુશળધાર વરસાદથી કામરેજની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા છે. કામરેજ ગામમાંથી પસાર થતા સર્વિસ રોડ પર ઘૂંટણ સમાણા પાણી ભરાઈ જવાથી વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જાણવા મળ્યું છે કે, પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…