ગુજરાતમાં ગરમીએ 122 વર્ષનો તોડ્યો રેકોર્ડ- આ વખતનો માર્ચ મહિનો રહ્યો સૌથી વધુ ગરમી વાળો

535
Published on: 12:46 pm, Mon, 4 April 22

ગરમીએ વર્ષે માર્ચ મહિનામાં 122 વર્ષનો તોડ્યો રેકોર્ડ
હજુ તો ઉનાળાની શરૂઆત જ થઈ છે ત્યાં ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ભારતના અનેક રાજ્યોમાં કાળજાળ ગરમી પડી રહી છે. ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા હવામાન વિભાગ મુજબ વર્ષ 1908 પછી આ વર્ષે માર્ચ મહિનો સૌથી ગરમ રહ્યો હતો. ત્યારે હિટવેવની વકી હજુ બે દિવસ રહેવાને કારણે તાપમાન વધવાની વકી છે.

એપ્રિલ મહિનામાં કેવી પડશે ગરમી
રાજ્યના મોટા ભાગના શહેરના તાપમાન 41 ડિગ્રીની આસપાસ પહોંચી જતા બપોરના સમયે અંગ દઝાડતી ગરમીનો અહેસાસ લોકોએ કર્યો હતો. 4-5 એપ્રિલ સુધી અમદાવાદ સહિત રાજ્યમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં ગરમીનો પારો 43 ડીગ્રીને વટાવી જવાની શક્યતા છે. માર્ચ મહિનામાં રાજસ્થાન, ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત  અનેક રાજયોમાં ગરમ હવા-લૂ ચાલી રહી છે. દેશમાં આ વર્ષે વધતા તાપમાને 122 વર્ષનો રેકોર્ડ તોડયો છે.

ગુજરાત રાજ્યનાં અનેક શહેરોમાં મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થવા છતાં લઘુતમ તાપમાન 1થી 2 ડિગ્રી વધાવા છતાં રાતના સમયે પણ ગરમીનો અહેસાસ થાય છે. હજુ તો 2 દિવસ સુધી ભયંકર ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી છે. તે પછી ગરમીમાં નજીવો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી છે.

રાજ્યના અનેક શહેરોમાં સિઝનની શરૂઆતથી જ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે મે મહિનામાં કેવી ગરમી પડશે તે મુદ્દે સૌ કોઈ વિચારતા થઇ ગયા છે. બપોરના સમયે ઘર બહાર ન જવાની સલાહ સતત પડી રહેલી ગરમીને કારણે ડી હાઇડ્રેશન, લૂ લાગવાના કિસ્સા પણ સતત વધી રહ્યાં છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…