એક જ યુવક સાથે પ્રેમમાં બંધાઈ ત્રણ સગી બહેનો- ઘરે ખબર પડતા ચારેય થયા ફરાર

Published on: 5:03 pm, Sat, 9 October 21

રામપુર જિલ્લામાં પ્રેમનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં ત્રણ સગી બહેનો એક જ યુવાનને પોતાનું હૃદય આપી બેઠી હતી. જ્યારે પરિવારને આ વિશે ખબર પડી ત્યારે તેઓએ વિરોધ કર્યો. પરિવાર અને સંબંધીઓના વિરોધથી ત્રણેય બહેનો કંટાળી યુવક સાથે ઘરમાંથી ભાગી ગઈ હતી. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ છે.

જણાવવામાં આવી રહ્યું છે કે, ઈજ્જતના ડરને કારણે પરિવારના સભ્યોએ પોલીસને આ બાબતે જાણ કરી ન હતી અને સંબંધીઓની મદદથી ત્રણેય પુત્રીઓ ની શોધ કરી રહ્યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બે પુખ્ત છે જ્યારે એક પુત્રી સગીર છે. હાલ આ ઘટના ગામમાં જ નહિ પરંતુ ચારેબાજુ ચર્ચાનો વિષય બની રહી છે.

આઠ દિવસથી ત્રણેયની કોઈ અતોપતો નથી
મળતી માહિતી મુજબ, આ મામલો રામપુર જિલ્લાના અઝીમનગર પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામનો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યાં ત્રણ બહેનો એક યુવાન સાથે એટલી હદે પ્રેમ કરતી હતી કે તે એક જ યુવાન સાથે ત્રણેય યુવતીઓ ભાગી ગઈ. પરિવારના સભ્યો દ્વારા ઘણી શોધખોળ કરવા છતાં ત્રણેયનો કોઈ પત્તો મળ્યો નથી. કહેવામાં આવી રહ્યું છે કે આઠ દિવસ થઈ ગયા છે પરંતુ પરિવારે પોલીસને આ અંગે જાણ કરી નથી. જ્યારે મીડિયાએ પોલીસ પાસેથી આ બાબતની માહિતી લીધી ત્યારે તેઓએ કહ્યું કે આ મામલે હજુ સુધી કોઈ ફરિયાદ મળી નથી. પોલીસનું કહેવું છે કે પરિવારના સભ્યોની ફરિયાદ મળ્યા બાદ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

ઘણીવાર પ્રેમની આવી કહાનીઓથી ચારેબાજુ ચકચાર મચી જાય છે. હાલ આવી જ એક ઘટનાએ વેગ પકડ્યો છે અને ચારેબાજુ ચર્ચાનો વિષય બની છે. જયારે એક જ પરિવારની ત્રણેય બહેનોને એક જ યુવક સાથે પ્રેમ થઇ જાય છે, ત્યારે ત્રણેય બહેનોએ સમજવાની જગ્યાએ ઘર છોડવાનો નિર્ણય કર્યો હતો. હવે તમે જ કોમેન્ટ બોક્સમાં જણાવો આ ઘટના અંગે શું કહેશો…?

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…