આજકાલ અકસ્માતના બનાવો સતત વધી રહ્યા છે. ઘણીવાર આવા અકસ્માત કોઇ પરિવાર માટે કાયમનું દુ:ખ બની જતા હોય છે. ત્યારે હાલ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક 12 વર્ષના બાળકનું શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. બાળક તેના ઘરેથી સ્કૂલ બસ દ્વારા સ્કૂલ જવા નીકળ્યો હતો.
જાણવા મળ્યું છે કે, બસમાં સ્કૂલ જતી વખતે બાળકનું માથું રસ્તા પરના પોલ સાથે અથડાયું અને અકસ્માતમાં તેનું મોત નીપજ્યું હતું. ઘટના બાદ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી. આ ઘટના ચોથા ધોરણમાં ભણતા બાળક અનુરાગ નેહરા સાથે બની હોવાનું સામે આવ્યું છે.
પરિવારના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર સવારે સલામત રીતે શાળાએ જવા નીકળી ગયો હતો. ઘટના અંગે શાળા પ્રશાસનનું કહેવું છે કે, જ્યારે બાળકે ઉલ્ટી કરવા માટે તેનું માથું બસમાંથી બહાર કાઢ્યું ત્યારે તેનું માથું પોલ સાથે અથડાયુ હતું જેના કારણે તેનું મોત નીપજયું હતું. પરંતુ બાળકના પરિવારજનોનો આરોપ છે કે, શાળા પ્રશાસન ખોટું બોલી રહ્યું છે. સ્કૂલ બસ ડ્રાઈવરની બેદરકારીના કારણે બાળકનું મોત નીપજ્યું હતું. મૃતકના પરિવારની ફરિયાદના આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.
ચોથા ધોરણમાં ભણતા અનુરાગ નેહરાના સંબંધીઓએ જણાવ્યું કે, સવારે અનુરાગ સુરક્ષિત રીતે શાળાએ જવા નીકળી ગયો હતો. રસ્તામાં, શાળા પ્રશાસને તેને જાણ કરી કે તેના પુત્રને ઉલ્ટી થઈ રહી છે તેથી તેણે ચાલતી બસમાંથી તેનું માથું હટાવ્યું અને થાંભલા સાથે અથડાતા તેનું મૃત્યુ થયું. પરિવારજનોનો આરોપ છે કે, શાળા પ્રશાસન ખોટું બોલી રહ્યું છે. તેમનું કહેવું છે કે, બસના ગફલત ભર્યા ડ્રાઇવિંગને કારણે બાળકનું મોત નીપજ્યું હતું.
પરિવાર દ્વારા સ્કૂલ પ્રશાસન પર બેદરકારીનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, પરિવારનો એવો પણ આક્ષેપ છે કે, સ્કૂલ પ્રશાસન તેમને ગેરમાર્ગે દોરતું રહ્યું અને બાળકની સાચી સ્થિતિ તેમને જણાવવામાં આવી ન હતી. રડી-રડીને પરિવારની હાલત ખરાબ છે. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચીને સ્કૂલના પ્રિન્સિપાલને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદના મોદીનગર વિસ્તારમાં બુધવારે એટલે કે આજે આ ઘટના બની હતી. ઉલ્લેખનીય છે કે, બુધવારે સવારે સાત વાગ્યે અનુરાગ સ્કૂલ બસમાં ચડ્યો. બસ હાપુડ રોડ પર પહોંચી ત્યારે અચાનક અનુરાગને ઉલ્ટી થવા લાગી.
ત્યારબાદ અનુરાગે બારીમાંથી માથું બહાર કાઢ્યું અને ઉલ્ટી કરવા લાગ્યો. આ દરમિયાન, મોડિપોન પોલીસ ચોકીની સામેથી સ્કૂલ તરફ જતા રોડ પર ડ્રાઈવરે અચાનક જ જોરદાર વળાંક લીધો હતો. ત્યારે વિદ્યાર્થી અનુરાગનું માથું પોલ સાથે ગંભીર રીતે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે, તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
માહિતી મળતાં જ પોલીસ તાતકાલીક ઘટનાસ્થળે પહોંચી હતી અને લોકોને સમજાવીને શાંત પાડ્યા હતા. જાણવા મળ્યું છે કે, હાલમાં પોલીસ દ્વારા આચાર્યને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે અને બસ ચાલકની શોધખોળ ચાલુ છે. પુત્રના મૃત્યુના સમાચાર મળતાં જ ફેમિલી પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. બાળકના મમ્મી પપ્પા તાત્કાલિક દોડતા દોડતા સ્કૂલે પહોંચ્યાં હતાં.
તેઓ તેમના એકના એક બાળકની લાશ જોઈને જ ભાંગી પડ્યાં હતાં. આ ઉપરાંત જાણવા મળ્યું છે કે, વાલીએ ડ્રાઈવરની બેદરકારીનો ગુસ્સો સ્કૂલના પ્રિન્સિપાલ પર ઉતાર્યો હતો અને તેમના પર ચપ્પલ ફેંક્યાં હતાં. આ દરમિયાન, બચાવ માટે વચ્ચે પડેલા ટીચર્સને પણ તેઓએ માર્યા હતા. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ દ્વારા લોકોને સમજાવીને શાંત કરવામાં આવ્યા હતા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…