લાખોની નોકરી છોડી આ યુવતીએ શરુ કરી ખેતી, શરૂઆતમાં નિષ્ફળતા મળી પરંતુ હાલમાં કરી રહી છે કરોડોની કમાણી

Published on: 2:54 pm, Fri, 10 September 21

ખેતીપ્રધાન દેશ ભારતમાં આજના યુવાન-યુવતીઓ જયારે ખેતી કરવા બાજુ વળી રહ્યા છે ત્યારે આજે પણ અમે આવા જ એક નવીનતમ ખેતીને લઈ જાણકારી લઈને આવ્યા છીએ. આપણા દેશમાં કોરોનાને કારણે અમલમાં આવેલ લોકડાઉનના સમયમાં કેટલાક લોકોને નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે.

મોટાભાગના લોકોને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. આની સાથોસાથ પરિવારને ચલાવવા માટે કેટલાક લોકો મજૂરી કામ પણ કરી રહ્યા હતા. આવી જ એક ઘટના ઉત્તરાખંડની એક છોકરી દિવ્યા રાવતની સાથે થયો હતો.

દિવ્યાએ એમીટી યુનિવર્સિટીમાંથી માસ્ટર્સમાં ડિગ્રી મેળવ્યા પછી દિવ્યા એક NGOમાં જોડાઈ હતી. થોડા સમય વખતે ઉત્તરાખંડમાં એક પૂર આવ્યું હતું ત્યારે કેટલાક લોકોને ત્યાંથી અન્ય જગ્યાએ રહેવા જવું પડ્યું હતું. એને જોઈ દિવ્યા ખુબ પરેશાન થઇ ગઈ હતી.

દિવ્યાએ તે જગ્યા છોડવી ન પડે એના માટે એક પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો તેમજ તેને તેની નોકરી છોડી દીધી હતી તેમજ ત્યાં રહીને દિવ્યાએ મશરૂમની ખેતી શરૂ કરી દીધી હતી. ત્યારબાદ દિવ્યાએ મશરૂમ પ્રોસેસિંગ યુનિટ સ્થાપવાનું પણ નક્કી કરી લીધું હતું.

ત્યારબાદ દિવ્યા રાવત હાલમાં ‘મશરૂમ ગર્લ’ તરીકે જાણીતી બની છે. આની સાથે જ ઉત્તરાખંડની સરકાર ફ=દ્વારા’ દિવ્યાને મશરૂમ્સના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે પણ નિયુક્ત કરવામાં આવી હતી. દિવ્યા આ મશરૂમની ખેતી કરવા માટે ત્યાં રહેતા સ્થાનિક 7,000 જેટલા લોકોને રોજગારી મળતી હતી.

જેથી દિવ્યા વાર્ષિક 5 કરોડની કમાણી કરી રહી હતી. દિવ્યા રાવતે પોતાની રિસર્ચ લેબની પણ શરૂઆત કરી હતી. દિવ્યાએ જયારે મશરૂમની ખેતીની શરૂઆત કરી હતી. ફક્ત 4,000 કિલો મશરૂમ વેચતી હતી પરંતુ તેનું ઉત્પાદન વધતું ગયું હતું.

એ માટે તેને નૂડલ, મશરૂમ જ્યુસ, મશરૂમ બિસ્કિટ જેવી વસ્તુઓનું પણ ઉત્પાદન કરવાનું શરુ કરી દીધું હતું. દિવ્યા હાલમાં ૭૦થી વધારે પ્રોડક્ટનું ઉત્પાદન કરતી હતી તેમજ તેની સંશોધન પ્રયોગશાળાની મદદથી બટનો, છીપ તથા દૂધિયું મશરૂમ્સ વગેરેની ખેતી પણ કરતી હતી. જેથી દિવ્યા આ તમામ પ્રકારની ખેતી કરીને વર્ષે 5 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…