નવરાત્રીમાં કેવું રહેશે વાતાવરણ? વરસાદની વિદાયને લઈને હવામાન વિભાગે આપી મહત્વની માહિતી

Published on: 4:19 pm, Wed, 6 October 21

છેલ્લા એક વર્ષથી કોરોના મહામારીને લીધે અટકી ગયેલા ગરબા તથા શક્તિ માતાની ભક્તિ આ વર્ષ દરમિયાન થશે. આ સમયે ખેલૈયાઓ માટે ખુબ સારા સમાચાર આવ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં આ વર્ષે નવરાત્રીના પહેલા નોરતે ચોમાસુ વિદાય લઈ શકે છે.

સમગ્ર રાજ્યમાં મોન્સૂન વિડ્રોઅલ સિસ્ટમ સક્રિય થતાં નૈઋત્યનું ચોમાસુ ગુરુવારથી જ તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી દેશે પણ હજુ 2 દિવસ સુધી રાજ્યના કેટલાક ભાગોમાં પાછોતરા વરસાદની આગાહી રહેલી છે. રાજ્યમાં થોડા દિવસથી ભેજવાળા પવનો ફૂંકાઈ રહ્યાં છે તેમજ ગરમીનો પારો પણ વધતો જઈ રહ્યો છે.

આગામી 2 દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં વરસાદની આગાહી:
આગામી 2 દિવસ રાજ્યના અમુક વિસ્તારોમાં પાછોતરા વરસાદની આગાહી રહેલી છે. જેમાં અમદાવાદ, બનાસકાંઠા તથા સાબરકાંઠામાં સામાન્ય વરસાદ પડી શકે છે. ડાંગ,નવસારી તથા વલસાડમાં ગાજવીજ સાથે ભારે વરસાદ થવાની શક્યતા રહેલી છે.

આની ઉપરાંત આગામી 2 દિવસમાં મહત્તમ તથા લઘુત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે બુધવાર તથા ગુરુવારે દક્ષિણ ગુજરાતમાં 40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત હળવોથી લઈને મધ્યમ વરસાદ પડવાની શક્યતા રહેલી છે.

સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં 24% વધારે વરસાદ:
રાજ્યમાં જૂન માસથી લઈને સપ્ટેમ્બર માસના સૌપ્રથમ સપ્તાહ સુધી જાણે દુકાળ પડવાનો હોય તેવી સ્થિતિ ઉભી થઈ હતી પણ સપ્ટેમ્બરે બીજા સપ્તાહથી જ રાજ્યમાં મેઘરાજા મહેરબાન થયાં હતાં તથા સમગ્ર સિઝનની ખોટ પૂર્ણ કરી દીધી હતી. સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટી થતાં ખેડૂતોને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં 24% વધારે વરસાદ નોંધાયો છે.

7 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લેશે:
સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર પછી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે પણ આ વખતે 7 ઓક્ટોબરથી ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ ઓક્ટોબરના બીજા સપ્તાહથી ગુજરાતમાં રાત્રે ઠંડીના ચમકારા તથા બપોરે આકરો તાપ લાગશે.

જેથી બેવડી મોસમ શરૂ થશે. જો કે, નવેમ્બર માસમાં પારો 30 ડિગ્રીની નીચે જવાની શક્યતા રહેલી છે કે, જેથી લોકોને ગરમી તથા બફારાથી છુટકારો મળે એવી સંભાવના રહેલી છે. અમદાવાદમાં 7 ઓક્ટોબરથી દિવસનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીથી વધતા ગરમીનો અનુભવ થશે.

14 જિલ્લામાં સરેરાશ 100%થી વધુ વરસાદ:
જૂનથી ઓગસ્ટ માસ દરમિયાન ફક્ત 14.31 ઈંચ વરસાદ નોંધાતાં વરસાદની અછતની ભીતિ સર્જાઇ હતી. સપ્ટેમ્બરની શરૂઆતમાં વરસાદની 45%થી વધુ અછત હતી પણ સપ્ટેમ્બર માસમાં 16.77 ઈંચ સાથે જ રાજ્યમાંથી વરસાદની હવે અછત પણ રહી નથી.

રાજ્યના 33માંથી 14 જિલ્લામાં સીઝનનો 100%થી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે. જેમાં જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, આણંદ, ભરૂચ, કચ્છ, ભાવનગર, બોટાદ, વલસાડ, છોટાઉદેપુર, નર્મદા સામેલ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…