
દરરોજ આપણે સમાચારોમાં ખૂબ જ વિચિત્ર લવ સ્ટોરીઝ વિશે સાંભળતા રહીએ છીએ. કેટલીક પ્રેમકથાઓમાં પ્રેમી અને પ્રેમિકાની એકબીજા પ્રત્યેની નિષ્ઠા જોઈને પણ આશ્ચર્ય થાય છે. આવો જ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક વ્યક્તિએ પોતાની ગર્લફ્રેન્ડને એક-બે નહીં પરંતુ 10 વર્ષ સુધી પોતાના જ ઘરના રૂમમાં છુપાવીને રાખી અને કોઈને પણ આ વાતની જાણ થવા દીધી નહોતી.
મળતી માહિતી મુજબ રહેમાન નામના યુવકને સાજીદા નામની યુવતી સાથે ખૂબ પ્રેમ હતો. સાજીદાનું ઘર રહેમાનના ઘરથી માત્ર 500 મીટર દૂર છે. એક દિવસ રહેમાન સજીતાને તેના ઘરેથી લઈ ગયો અને તેના ઘરના એક રૂમમાં સંતાડી દીધી હતી. આ વિશે ન તો સજીતાના પરિવારજનોને ખબર હતી કે ન તો રહેમાનના પરિવારના સભ્યોને. સાજીદાના પરિવારજનોએ તેને મળવાની આશા છોડી દીધી હતી.
રહેમાન વ્યવસાયે ઇલેક્ટ્રિશિયન છે. રહેમાને તેના ઇલેક્ટ્રિશિયનનો લાભ લઈને એવી રૂમ બનાવી હતી કે, તેમાં કોઈ જઈ જ ના શકે. રૂમના દરવાજે રહેમાને ઇલેક્ટ્રિક કરંટ છોડી દીધો હતો. જેવો કોઈ વ્યક્તિ આ રૂમમાં આવવની કોશીસ કરે તેને કરંટ લાગતો હતો. તેથી જ રહેમાનના પરિવારજનોએ તેને જોવા માટે તે રૂમ પણ ક્યારેય ખોલ્યો ન હતો. રહેમાનના પરિવારના સભ્યોએ જણાવ્યું કે તે છેલ્લા કેટલાક સમયથી ઘરમાં ખૂબ જ વિચિત્ર હરકતો કરતો હતો.
પરિવારજનોએ જણાવ્યું કે, અચાનક તે વધુ જમવા લાગ્યો હતો. ખરેખર તો રૂમમાં રહેલી તેની પ્રેમિકાને ભરપેટ જમાડતો હતો જેની પરિવારને કોઈ જાણ નહોતી. રહેમાનના રૂમમાં ટોઈલેટ નહોતું, તેથી સજીતા બધા સૂઈ ગયા પછી જ રાત્રે જ ટોઈલેટ જતી હતી. છેલ્લા 10 વર્ષથી આ યુવતી રૂમમાં હેડફોન લગાવીને ટીવી જોતી હતી.
તેમના પ્રેમપ્રકરણનો પર્દાફાશ થયા પછી, સજીતા અને રહેમાન લગ્ન કરી લે છે. જો કે સજીતાને બંધક રાખવા બદલ રહેમાન સામે કેસ પણ નોંધવામાં આવ્યો છે. આ પ્રેમ પ્રકરણનો પર્દાફાશ થયા પછી, રહેમાન અને સજીતા દ્વારા બનાવવામાં આવેલ આ માસ્ટર પ્લેન સાંભળીને બધા ચોંકી ગયા હતા.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…