દેશનું સૌથી અનોખું મંદિર- અહીં સ્ત્રી સ્વરૂપમાં થાય છે ગણેશજીની પૂજા-અર્ચના

167
Published on: 3:08 pm, Tue, 14 September 21

ગઈકાલે જ ગણેશમહોત્સવની શરૂઆત થઈ ચુકી છે ત્યારે હાલમાં એક જાણકારી સામે આવી છે. આ વાત સાંભળીને કેટલાક લોકોને આશ્વર્યજનક લાગશે કે, ગણેશજીનાં પુરુષ રૂપની ઉપરાંત તેમના સ્ત્રી રૂપની પણ પૂજા કરવામાં આવે છે. અર્ધનારેશ્વરમાં માનનાર સનાતન પરંપરાની મહિમા અલગ છે. અહી શિવની પૂજા પણ કરવામાં આવે છે તેમજ તેમની શક્તિની પણ પૂજા થાય છે. આ વિષ્ણુનો મહિમા અવતાર છે જયારે ગણેશજીનો પણ સ્ત્રી અવતાર છે.

ગણેશજીના સ્ત્રી રૂપને ગણેશી, વિનાયીકી વગેરે જેવા નામથી સમગ્ર દેશમાં પૂજવામાં આવે છે. ખુબ ઓછા લોકો સ્ત્રી ગણેશની તસવીર વિશે પણ જાણતા હશે. દેશમાં રહેતા તમામ ધર્મમાં શક્તિની પૂજા મહત્વની રહી છે. જેથી અહીં તમામ દેવતાના સ્ત્રી સ્વરૂપની કલ્પના કરવામાં આવી છે. સ્ત્રી ગણેશ એટલે કે, વિનાયિકી મૂર્તિ દેશમાં અનેક સ્થળોએ મળે છે.

વિનાયકીને ગણેશી, ગજાનંદી, વિધ્નેશ્વરી, ગણેશની, ગજાનની, ગજરુપા, રિદ્ધીસી, સ્ત્રી ગણેશ તેમજ પિતાંબરી જેવા અનેકવિધ નામ ગ્રંથોમાં લખવામાં આવ્યા છે. સૌથી રસપ્રદ વાત તો એ છે કે, ફક્ત હિન્દુ ધર્મમાં જ નહિ પણ જૈન તથા બૌદ્ધ ધર્મમાં પણ વિનાયિકીની પૂજા કરવમાં આવે છે.

જૈન-બૌદ્ધ ગ્રંથોમાં વિનાયકીને એક અલગ દેવી તરીકે માનવામાં આવે છે. જયારે તેમની મૂર્તિઓનું સ્વરૂપ ગણેશજી જેવું જ હોય છે. એનો અર્થ એ થાય છે કે, માથુ હાથીનું તેમજ ધડ સ્ત્રીનું હોય છે. વિનાયિકીજીને અનેક જગ્યાએ 64 યોગિનીઓમાં પણ સામેલ કરાયા છે.

વિનાયિકીની સૌથી જૂની ટેરાકોટાની મૂર્તિ પહેલી શતાબ્દી ઈસા પૂર્વ રાજસ્થાનના રાયગઢમાં મળી આવી હતી. એવુ મનાય છે કે, મંદિર બનાવીને વિનાયિકીની પૂજા કરવાનું ગુપ્ત કાળમાં એટલે કે, ત્રીજી ચોથી શતાબ્દીમાં શરૂ થયું હતું.  મગધ સામ્રાજ્યમાં બિહારથી 10 મી સદીની વિનાયિકીની એક મૂર્તિ મળી આવી હતી.

મધ્ય પ્રદેશમાં આવેલ ભેડાઘાટમાં સુપ્રસિદ્ધ 64 યોગિની મંદિરમાં પણ 41માં નંબરની મૂર્તિ વિનાયિકીની રહેલી છે. 64 યોગિનીઓમાં સામેલ હોવાનો અર્થે એ થાય છે કે, તંત્ર વિદ્યાના પૂજક પણ તેમની પૂજા કરતા હતા. કેરળમાં ચેરિયાનદના મંદિરમાં પણ વિનાયિકીની મૂર્તિ રહેલી છે કે, જે લાકડાની છે.

પૂણેથી 45 કિમી દૂર પહાડી પર બનાવવામાં આવેલ ભૂલેશ્વર મંદિરમાં પણ વિનાયિકીની પ્રતિમા રહેલી છે કે, જે 13મી શતાબ્દીની છે. દૂરદૂરથી ભક્ત તેના દર્શન કરવા જતા હોય છે ત્યારે બૌદ્ધ ધર્મના લોકો તેને સિદ્ધિ કહેવામાં આવે છે, તો કેટલાક ગ્રંથમાં વિનાયિકીની ઈશાનની દીકરી કહેવાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…