અહિયાં ખેડૂતો પીળા નહિ પરંતુ વાદળી કલરનાં કેળાંની ખેતી દ્વારા કરી રહ્યા છે મબલક કમાણી

Published on: 4:13 pm, Thu, 26 August 21

કેળાનું સેવન કરવાંથી સ્વાસ્થ્યને કેટલાંક લાભ થાય છે એ તો તમને ખબર જ હશે પણ શું તમે ક્યારેય એવા કેળા જોયા છે કે, જે વાદળી રંગના હોય. નાનપણથી તમે કેળાનો કલર પીળો અથવા તો લીલા કલરના કાચા કેળા જોયા હશે. હવે આપને જાણીને આશ્વર્ય થશે કે, દુનિયામાં વાદળી કલરના પણ કેળા હોય છે. આ કેળાની ઉપજ પણ એવી રીતે જ હોય છે જેવી ભારતમાં હોય છે પણ તેનો રંગ વાદળી હોય છે.

વિવિધ દેશોમાં વિવિધ નામ :
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલ આ વાદળી કેળાની ખેતી અંગે જણાવ્યું છે કે, આ કેળાના ઝાડની ઉંચાઈ અંદાજે 6 મીટર સુધીની હોય છે. તેની ખેતીના દોઢથી 2 વર્ષ બાદ તેમાં પાક આવવાની શરૂઆત થાય છે. વિવિધ દેશોમાં વિવિધ નામથી ઓળખાય છે. જેમ કે, ફિજીમાં હવાઇયન બનાના, હવાઈમાં આઈસ્ક્રીમ બનાના તથા ફિલીપાઇન્સમાં ક્રી નામથી ઓળખાય છે.

‘બ્લુ જાવા કેળા’ પણ કહેવામાં આવે છે :
વાદળી રંગના કેળાને બ્લુ જાવા કેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આની સિવાય વાદળી રંગના કેળાને કેરી, હવાઈ કેળા, આઈસ્ક્રીમ કેળા તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તમે તેના આકાર વિશે જાણવા માંગો છો તો બ્લુ જાવા કેળા 7 ઈંચ સુધી લાંબા હોય છે. સોશિયલ મીડિયા પર વાદળી રંગના કેળાની તસવીર @ThamKhaiMeng નામના યુઝર દ્વારા શેર કરવામાં આવી છે.

ક્યાં ખેતી થાય છે?
વાદળી રંગના કેળાની ખેતી મોટાભાગે ટેક્સસ, ફ્લોરિડા, કેલિફોર્નિયા, લુઈસિયાના જેવા વિસ્તારમાં થાય છે. એક વ્યક્તિ દ્વારા આ વાદળી કલરના કેળા પર પોતાનો રિવ્યુ પણ આપવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, જ્યારે તમે આ કેળાને ખાશો તો તેનો સ્વાદ એકદમ વેનીલા આઈસ્ક્રીમ જેવો આવશે.

કેટલા ટેમ્પરેચરમાં ખેતી થાય છે?
દક્ષિણ પૂર્વ એશિયામાં વાદળી કલરના કેળાની ખેતી કરવામાં આવે છે. આની સાથે જ દક્ષિણ અમેરિકામાં પણ વાદળી કલરના કેળાની ખેતી કરવામાં આવે છે. આનું કારણ એ છે કે, ખુબ ઓછા ટેમ્પરેચર તેમજ ઠંડા પ્રદેશોમાં તેની ઉપજ થાય છે. જો કે, આ જગ્યાઓ પર તેની ખેતી ખુબ સારી થાય છે.