હસીયા ઉસ્તાદના નાનકડા દીકરાએ એવા તબલા વગાડ્યા કે, કિર્તીદાન ગઢવી સહીત બધા કલાકારો જોતા રહી ગયા

667
Published on: 12:44 pm, Sat, 25 December 21

તમને જણાવી દઈએ કે, પોતાની આગવી શૈલીથી પોતાનો અલગ જ કેડો પાડનાર હસિયા ઉસ્તાદનું નાની ઉંમરે નિધન થયું હતું. અને ગુજરાતે અનમોન કલાકાર અને તબલાવાદક ગુમાવ્યો હતો. ગુજરાતની ભૂમિના કચ્છ જીલ્લામાં મોટા રતડીયા ગામના હસિયા ઉસ્તાદને આજે દરેક લોકો ઓળખતા હશે. દરેક લોકોના તેમની કાલથી ખાસ વાકેફ પણ હશે. પરંતુ હાલ તેમના નાનકડા દીકરાનો વિડીયો સોસીયલ મીડિયામાં વાયરલ થયો છે અને લોકો જોઇને ખુબ ખુશ પણ થઇ રહ્યા છે.

એક સમયે જયારે નાની ઉંમરે હસિયા ઉસ્તાદની અણધારી વિદાયથી સંતવાણી જગતમાં શોકની લાગણી ફરી વળી હતી ત્યારે ફરી એકવાર તેમના જ દીકરાએ સંતવાણી જગતમાં ખુશીની લેહર વહાવી છે. એક દાયરામાં હસિયા ઉસ્તાદના દીકરાએ તબલા વગાડીને પોતાની કળા લોકોને બતાવી હતી. નાની ઉંમરે આટલા સરસ તબલા વગાડનાર આ દીકરાએ સ્વર્ગીય પિતાનું માથું ઊંચું કરી દીધું હતું. હાલ યુટ્યુબમાં એક દાયરાનો વિડીયો વાયરલ થયો છે, જેમાં આ નાનકડું બાળક તબલા વગાડી રહ્યું છે.

તમને જણાવી દઈએ કે, હસિયા ઉસ્તાદને નાની ઉંમરે જ પિતા પાસેથી તબલા વગાડવાની કળા મળી ગઈ હતી. અને હસિયા ઉસ્તાદે દેશ વિદેશમાં કેટલાય કાર્યક્રમો કર્યા હતા અને સેકંડો લોકોને પ્રભાવિત કર્યા હતા. પરંતુ નાની ઉંમરે અણધારી વિદાયથી ગુજરાતના દરેક કલાકારો શોકમાં ડૂબી ગયા હતા, સાથો સાથો ક્રીતીદાન ગઢવીએ પણ ફેસબુકમાં તસ્વીર શેર કરીને, શ્રધાંજલિ વ્યક્ત કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…