કડીયા કામ કરતા પિતાની દીકરી ધો10માં લાવી 97.77 PR, સાયન્સ ભણીને ડોક્ટર બનવા માંગે છે હર્ષિતા સાંકળિયા

Published on: 6:47 pm, Thu, 25 May 23

GSEB 10th Result 2023: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 નું પરિણામ (GSEB 10th Result 2023)આજ રોજ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત રાજ્યના અમદાવાદમાં કડીયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા પિતાની દીકરીએ મહેનત કરીને 97.77 પર્સન્ટાઈલ મેળવીને પોતાની માતા-પિતાનું નામ રોશન કર્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર દીકરીએ 2 રૂમના ઘરમાં રહીને મહેનત કરી સારું પરિણામ મેળવ્યું છે. ત્યારે હવે આ દીકરી હવે સાયન્સ ગ્રુપ લઈને ડોકટર બની UPSC ક્લીઅર કરવા માંગે છે.

અમદાવાદ શહેરના વસ્ત્રાલમાં રહેતી હર્ષિતા સાંકળિયા તેના માતા પિતા સાથે રહે છે. હર્ષિતા સાથે અવત કરતા તેણે જણાવ્યું કે તેના માતા ઘરકામ કરે છે, જ્યારે તેના પિતા કડિયા કામ કરે છે. હર્ષિતાના પરિવારની આર્થિક સ્થિતિ સારી નથી. માતા-પિતાએ દીકરીને ભણાવવામાં કોઈ કચાસ રાખી નથી. હર્ષિતા પણ બે રૂમના ઘરમાં મોટી થઈ છે. અભ્યાસ દરમિયાન અનેક મુશ્કેલીઓ પડતી હતી. છતાં અભ્યાસ પર ધ્યાન આપીને સારું પરિણામ મેળવ્યું છે.

ગુજરાતમાં ધોરણ 10નું 64.62% પરિણામ આવ્યું
ગુજરાત રાજ્યમાં આ વર્ષે ધોરણ 10 નું 64.62% પરિણામ આવ્યું છે. જો ગુજરાત રાજ્યના અલગ-અલગ જિલ્લાની વાત કરવામાં આવે તો, સૌથી વધુ 76.45% પરિણામ સુરત જિલ્લાનું છે, ત્યારે સૌથી ઓછુ 40.75% પરિણામ દાહોદ જિલ્લાનું છે.

અમદાવાદ શહેરનું 64.18% પરિણામ આવ્યું છે, તેમાંથી અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 65.22% છે. રાજકોટ જિલ્લાનું પરિણામ 72.74% અવાયું છે, વડોદરા જિલ્લાનું પરિણામ 62.24% આવ્યું છે. બનાસકાંઠાના કુંભારીયા કેન્દ્રનું સૌથી બધારે પરિણામ 95.92% છે, ત્યારે સૌથી ઓછુ 11.94% પરિણામ નર્મદાના ઉતાવળી કેન્દ્રનું છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2022નું તુલના કર્યે તો આ વર્ષે 0.56 % ઓછું પરિણામ આવ્યું છે.

તમે ધોરણ 10 નું પરિણામ WWW.GSEB.ORG પર જોઈ શકો છો, તે ઉપરાંત WhatsAppના માધ્યમથી પણ તમે ધોરણ 10 નું પરિણામ જાણી શકો છો. વ્હોટ્સએપથી 6357300972 નંબર પરથી તમે પરિણામ જોઈ શકો છો. ધોરણ 10ની પરીક્ષામાં કુલ 7 લાખ 41 હજાર 411 નિયમિત પરીક્ષાર્થીઓ નોંધાયા હતા, જે પૈકી 7 લાખ 34 હજાર 898 પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…