
હાલ ચાલી રહેલી કોરોનાની મહામારી ને લીધે કંપનીઓના કર્મચારીઓને નિરાશ થવા આવ્યા છે.કેમકે કોરોના મહામારી ને લીધે કંપનીઓ બંધ રહેતા તેની સીધી અસર તેના કર્મચારીઓ ઉપર પડે છે. સૂત્રો અનુસાર જાણકારી મળી છે કે હવે પછીના વર્ષમાં તેમની સેલરી માં સારા પ્રમાણમાં વધારો થશે.જેથી કંપનીના કર્મચારીઓને રાહત થઇ છે.
એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, જે સેક્ટર્સમાં પગાર વધારવા ની જાણકારી આપવામાં આવી છે.તે ઈ કોમર્સ,ઇન્ફોર્મેશન ટેકનોલોજી,ફાર્માસ્યુટિકલ અને નાણાકીય સેવાઓ નો સમાવેશ થાય છે.જોકે તેની સરખામણીમાં હોસ્પિટાલિટી જેવા સેક્ટર્સમાં પાછો ઉછાળો આવવામાં થોડો વધારે સમય લાગી જશે.
સેલરી કેટલી વધી શકે છે જાણ્યા અહીંયા
અત્યારનો સમય કોરોના મહામારી નો છે.જો ભારતમાં કોરોના ની ત્રીજી લહેરમાં અર્થવ્યવસ્થા બરાબર થઈ જાય તો એક અહેવાલ અનુસાર ભારતના કર્મચારીઓ આગામી નાણાકીય વર્ષમાં એટલે કે એપ્રિલ 2022 થી શરૂ થતા 8 ટકા સુધી વૃદ્ધિ ની અપેક્ષા રાખી શકશે. ભારતના ખાનગી ક્ષેત્રમાં કામ કરી રહેલા અધિકારીઓ માટે આ એક ખુશીના સમાચાર છે. કેમકે તે લોકોને પગાર કપાત અને નોકરી ગુમાવવી જેવી મુશ્કેલી નો સામનો કરવો પડે છે.
તમારી જાણ ખાતર તમને જણાવી દઈએ કે નાણા મંત્રાલય દ્વારા સરકારના કર્મચારીઓ માટે 1 લી જુલાઇ ઘટાડીને 28 % કરવાના કેન્દ્રીય કેબિનેટ ના નિર્ણયને લાગુ કરવાનો આદેશ આપ્યો હતો.
કયાક્ષેત્ર ના કર્મચારીનો પગાર બમણો થશે જાણો.
કોરોનાવાયરસ ની પહેલી લહેરથી વ્યવસાય પર ઘણી મોટી અસર થઈ હતી.અને તેના કારણે લોકોના પ્રમોશન અને વૃદ્ધિ પર પ્રતિબંધ મુકાયો હતો.પરંતુ હવે ભારતની મોટી મોટી આઇટી કંપનીઓએ આ પગાર ને વધારવાનો નિર્ણય કરી દીધો છે. જેથી તેના કર્મચારીઓ ખુશ છે.