સોરઠની ધરતી પર કડાકાભડાકા સાથે વરસાદ વરસતા પાકને બહોળા પ્રમાણમાં થયું નુકશાન

131
Published on: 12:38 pm, Mon, 11 October 21

સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજળીના કડાકા સાથે કેટલાક વિસ્તારોમાં હળવાથી લઈને ભારે ઝાપટાંમાં એકસાથે 3 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. આ દરમિયાન શિશાંગ તથા ચુડામાં વીજળી પડતાં 2 લોકોના મોત નીપજ્યા હતાં તેમજ શિવરાજપુરમાં 2 પશુનાં મોત થયાં છે.

તાલાલા પંથકના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર 2 ઇંચ વરસાદ વરસતાં નદી -નાળામાં પૂર આવ્યાં હતાં. કોડીનાર તાલુકામાં 19 મીમી જયારે પ્રભાસ પાટણમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. ગડુ તેમજ આજુબાજુના વિસ્તારમાં બપોર પછી ધોધમાર વરસાદ વરસ્યો હતો.

કેશોદમાં અડધો તેમજ જૂનાગઢમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો તેમજ ઉનામાં ધોધમાર 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જયારે અમરેલી જિલ્લામાં આવેલ વડિયામાં દોઢ ઇંચ તથા કોટડાપીઠામાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. કાલાવડ તાલુકામાં આવેલ શીશાંગ ગામમાં પોતાની વાડીએથી ઘરે આવી રહેલ તેમજ ખેતી કામ કરતા રવિરાજસિંહ ઉદુભા જાડેજા નામના યુવાન પર આકાશી વીજળી પડતા તાત્કાલિક કાલાવડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

જયાં ફરજ પર બજાવી રહેલ તબીબ દ્વારા તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યા હતા. આનો સાથોસાથ ભેંસાણ તાલુકામાં આવેલ ચુડા ગામની સીમમાં મધ્યપ્રદેશનાં બડવાની જિલ્લામાં આવેલ રાનીપુર ગામમાં રહેતા મકન્યા દડીભાઇ બારેલા ખેતી કામ કરી રહ્યા હતાં. અચાનક વીજળી પડતા તેનું મોત થયું હતું.

બપોર પછી વાતાવરણમાં પલટો આવતા જસદણ-ગોંડલમાં વરસ્યો વરસાદ:
જસદણ તેમજ સમગ્ર પંથકમાં આવેલ આટકોટ, ગઢડીયા, શિવરાજપુર સહિતના ગામોમાં બપોર પછી અચાનક વાતાવરણમાં બદલાવ આવતા વીજળીના કડાકા ભડાકા સાથે તેમજ જોરદાર પવન સાથે અડધો કલાક સુધી મેઘધારા વરસતાં અડધો ઈંચ પાણી પડી ગયું હતું.

શિવરાજપુર ગામમાં આવેલ ડોળા વિસ્તારમાં ચરતાં પશુ પર વિજળી પડતા 2 પશુના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય પશુઓમાં નાસભાગ મચી જતા શિવરાજપુરમાં આવેલ માલધારી વશરામભાઈ બોહરિયાના પશુઓ પર વિજળી પડી હોવાનું જાણવા મળ્યું હતું. ગોંડલમાં પણ જોરદાર ઝાપટું વરસતાં માર્ગો ભીંજાઈ ગયા હતા .

વીરપુરમાં નોરતામાં પાછોતરા વરસાદને કારણે મગફળીને પહોંચી માઠી અસર:
સૌરાષ્ટ્રમાં ખેડૂતોએ વાવેતર કરેલ કપાસ, મગફળી, સોયાબીન સહિતના પાક ભાદરવા મહિનામાં આવેલ પાછોતરા વરસાદને લઈ સડીને નિષ્ફળ જવા પામ્યા છે તેમજ પાછોતરા વરસાદને લીધે અતિવૃષ્ટિ, લીલા દુષ્કાળ જેવી પરીસ્થિતિ ઉભી થઈ હતી. છેલ્લા એક સપ્તાહથી વરાપ નીકળતા ખેડૂતોને બગડેલા પાક સારા થવાની આશા બંધાઇ હતી.

જેમને લઈ ખેડૂતોએ મગફળીના પાકને લણવાની શરૂઆત કરી હતી તેમજ મગફળીના પાકના પાથરા ખેતરમાં કર્યા હતા પણ છેલ્લા બે-ત્રણ દિવસ થયા નવરાત્રીના પહેલા, બીજા દિવસે પંથકમાં વરસાદી માહોલ સર્જાયો હતો તેમજ ભારે વરસાદ વરસ્યો હતો. જેમને લઈ ખેડૂતોએ પાક ઉપર આવેલ મગફળીના પાકને લણવાની શરૂઆતમાં જ પાકના પાથરા પલળી ગયા હતા તેમજ ખેતરોમા વરસાદી પાણી ભરાઈ ગયા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…