શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુરમાં તૈયાર થઇ રહ્યું છે સૌથી મોટું ભોજનાલય, જ્યાં સેકંડો ભક્તો નિ:શુલ્ક લઇ શકશે દાદાનો પ્રસાદ

189
Published on: 5:00 pm, Tue, 30 November 21

શ્રી કષ્ટભંજન દેવ સાળંગપુર મંદિર ખાતે કરોડના ખર્ચે ગુજરાતનો સૌથી મોટો ભોજનાલય બની રહ્યું છે. છેલ્લા એકથી બે વર્ષમાં સારંગપુર હનુમાનજીના દર્શને સેંકડો ભક્તોએ મુલાકાત લીધી છે. હાલ અહીંયા શ્રી કષ્ટભંજન દેવ ના સાનિધ્યમાં ગુજરાતનું સૌથી મોટું ભોજનાલય તૈયાર થઈ રહ્યું છે, મળતી માહિતી અનુસાર આ ભોજનાલયમાં એક સાથે ચાર હજાર જેટલા ભક્તો પ્રસાદ લઈ શકશે. સામાન્ય રીતે મોટા મોટા મંદિરોમાં પ્રસાદ માટે લાંબી લાઈનો હોય છે પરંતુ આ એક માત્ર એવું ભોજનાલય હશે કે જ્યાં ભક્તોને પ્રસાદ લેવા માટે એક સેકન્ડ પણ લાઇનમાં નથી ઊભું રહેવું પડે.

આ ભોજનાલયની ખાસ વાત તો એ છે કે અહીંયા ગેસ અગ્નિ કે ઇલેક્ટ્રિસિટી વગર જ હજારો ભક્તો માટે રસોઈ બનાવવામાં આવશે. આ ભોજનાલય નો આકાર કોઈ સામાન્ય બિલ્ડીંગ જેવો નહીં પરંતુ ભવ્યાતિભવ્ય મહેલ જેવો બનાવવામાં આવશે. હાલ આ ભોજનાલય ની તસવીરો સામે આવી છે. મળતી માહિતી અનુસાર, આ ભોજનાલય બનાવવામાં ૪૦ કરોડ રૂપિયા ખર્ચાશે. હાલ ભોજનાલય નું કામ ખૂબ જ જોરશોરથી ચાલી રહ્યું છે. દોઢસોથી વધુ કારીગરો દરરોજ ૨૦ કલાક કામ કરી આ ભોજનાલય બનાવવામાં વેગ આપી રહ્યા છે.

ગુજરાતના સૌથી મોટા ભોજનાલય વિશે વાત કરતા શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યું હતું કે, હાલમાં જે ભોજનાલય છે એ 30 વર્ષ જૂનું છે. જ્યાં દરેક ભક્તોને દાદાનો નિશુલ્ક પ્રસાદ આપવામાં આવી રહ્યો છે. હાલના સમયમાં દાદાના દર્શને સેંકડો શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે, જેના કારણે મંદિરના પરિસરમાં લાંબી લાંબી લાઈનો લાગે છે અને ભક્તોને તકલીફોનો સામનો કરવો પડે છે.

હવે આવનારા સમયમાં દાદાના દર્શને આવેલા કોઈપણ ભક્તોને તકલીફ ન પડે એ કારણોસર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી, આચાર્ય રાકેશપ્રસાદ દાસ અને મંદિરના પુજારી સ્વામી દ્વારા આ વિશાળ ભોજનાલય બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. સાથે સાથે સ્વામીશ્રીએ એ પણ જણાવ્યું હતું કે આ ભોજનાલય ક્યારે તૈયાર થશે! આના ઉત્તરમાં સ્વામીશ્રીએ જણાવ્યું હતું કે ‘આવનારી દિવાળી પહેલા જ આ ભોજનાલય નું કાર્ય પૂરું થશે.’

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…