ગુજરાતની જાણીતી લોકગાયિકાએ કોરોનાના નિયમોને અવગણીને લોકોની ભીડ જમાવીને ગલુડિયાનો બર્થ ડે ઉજવ્યો…

Published on: 6:07 pm, Sat, 8 January 22

કોરોનાના કેસ હાલમાં ખુબ જ વધી રહ્યા છે. તેથી લોકોને સતર્ક રહેવા માટે વાંરવાર ચેતવણી આપવામાં આવી રહી છે. પરંતુ ઘણાં લોકો કોરોનાના જાહેરનામાનો ભંગ કરતા હોય છે. આવી જ એક લોકપ્રિય સિંગર કાજલ મહેરિયાએ કોરોનાના નિયમોનો ભંગ કરીને વિવાદમાં આવી ગઈ છે.

કાજલ મહેરીયાએ અમદાવાદમાં કે જ્યાં હાલમાં કોરોનાને પગલે વાતાવરણ ખરાબ છે તેવી સ્થિતિમાં નિકોલમાં આવેલા મધુવન ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે પોમેરિયન બીડના ગલુડિયા એબ્બીનો બર્થ ડે ઉજવીને લોકોની ભીડ જમાવી હતી. આ પાર્ટી પ્લોટમાં કાજલ મહેરીયાના સુરના તાલે જુમવા માટે લોકો મોટી સંખ્યામાં આવ્યા હતા. પ્રવેશદ્વાર પર એબ્બી સાથે કાજલ મહેરિયાની મોટો ફોટો પણ મુક્યો હોવાનું સોશિયલ મીડિયા મારફતે જાણવા મળ્યું છે.

સુત્રો દ્વારા માહિતી મળી છે કે, 7 જાન્યુઆરીના રોજ કાજલ મહેરિયાએ પોતાના પોમેરિયન બીડના ગલુડિયાનો બર્થ-ડે પાર્ટીમાં લગભગ 7 લાખ રૂપિયા ખર્ચો કરીને જોરદાર આયોજન કર્યું હતું.આ અંગેનો વીડિયો વાયરલ થયો હતો. લોકગાયિકાએ અગાઉ પણ કોરોનાની આવી પરિસ્થિતિમાં લોકોની ભીડ જમાવીને જાહેરનામાનો ભંગ કરવા બદલ વિવાદમાં આવી ચુકી છે.

29 નવેમ્બર 2020ની રાત્રે થરાદના કેશર ગામે નાગજીભાઈ નાયીના દીકરાના લગ્ન હોવાથી  લોકગાયિકા કાજલને પણ આમંત્રણ મળતા ઘણાં લોકોની ભીડ થઇ ગઈ હતી. ત્યારે કોરોનાના નિયમોનો ઉલ્લંઘન થવા બદલ 16 ડિસેમ્બરના રોજ પોલીસે વરરાજાના પિતા નાગજીભાઈ સોનાજી નાયી અને કાજલ મહેરિયા સામે ગુન્હો નોંધ્યો હતો.

આ ગુના હેઠળ થરાદ પોલીસ મથકે લોકગાયિકા કાજલ મહેરીયા જામીન સાથે હાજર થઈ જામીન પર મુક્તિ મેળવી હતી. અગાઉ પણ જ્યારે કાજલ મહેરિયાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં આવ્યો હતો ત્યારે પણ તે વિસનગર તાલુકામાં એક લગ્નમાં રાસ-ગરબાના આયોજનમાં ગીતો ગાતી જોવા મળી હતી. આ વિડીયોમાં લગભગ 100 કરતા વધુ લોકો હોવાનું જણાય છે. પરંતુ આ લોકોએ માસ્ક પહેર્યા નહોતા. તેથી લોકગાયિકા કાજલબેન મહેરિયા સહીત ત્યાં હાજર રહેલા રાજ પટેલ, રાજેશ રબારી અને મૌલિક રબારી સહીત 14 લોકો સામે કાયદા દ્વારા એફઆઈઆર દર્જ થઇ હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…