વિદેશની ધરતી પર રેલાયો કીર્તીદાન ગઢવીનો સુર: ગરબાની રમઝટમાં ટોપલામોઢે થયો ડોલરનો વરસાદ, જુઓ દુર્લભ ક્ષણનો વિડીયો

102
Published on: 1:15 pm, Sun, 31 October 21

રાજકોટ, સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના લોકલાડીલા તેમજ જગવિખ્યાત લોકગાયક કલાકાર કિર્તીદાન ગઢવી હાલમાં જયારે અમેરિકાના પ્રવાસે છે ત્યારે ગઇકાલે અમેરિકામાં આવેલ કોલિફોર્નિયામાં વસતા ગુજરાતીઓની હાજરીમાં લોકડાયરાનું આયોજન કરાયુ હતું કે, જેમાં કિર્તીદાન ગઢવીએ ‘દૂધે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે…’ગીત ગાતા જ ગુજરાતીઓએ ડોલરનો વરસાદ કર્યો હતો.

જયારે આગલા દિવસે પણ લોકડાયરામાં કિર્તીદાન ગઢવી પર ગુજરાતીઓએ ટોપલામોઢે ડોલરનો વરસાદ કર્યો હતો. ગઇકાલે સતત બીજા દિવસે ગરબાની રમઝટ બોલાવતા ગુજરાતીઓએ લોકગાયક કલાકાર કિર્તીદાન ગઢવી પર ડોલરનો વરસાદ કર્યો તેમજ મન મૂકી ગરબે ઝૂમ્યા હતા.

કિર્તીદાન ગઢવીના સૂરિલા અવાજે ગુજરાતીઓને ઘેલુ લગાડ્યું:
અમેરિકામાં નવરાત્રિ પછી પણ કિર્તીદાન ગઢવીએ ગુજરાતીઓને પોતાના સુરીલા અવાજમાં મજા કરાવીને ગરબે ઘૂમાવી રહ્યા છે કે, જેમાં સતત બીજા દિવસે કિર્તીદાન ગઢવી પર ડોલરનો વરસાદ થયો હતો. શુક્રવારે લોકડાયરા પછી ફરીથી શનિવારની રાત્રિએ કેલિફોર્નિયામાં ગરબાનું આયોજન કરાયું હતું. જેમાં કિર્તીદાન ગઢવી પર ડોલરનો વરસાદ થયો હતો.

ટોપલામોઢે ગુજરાતીઓએ કર્યો ડોલરનો વરસાદ:
ગુજરાત લોકગાયકોની ભૂમિકા રહી છે ત્યારે રાજ્યના જ કેટલાય મહાન લોકગાયકો તેમજ કલાકારોએ આ પવિત્ર ભૂમિ પર જન્મ લીધો છે ત્યારે લોક લાડીલા કિર્તીદાન ગઢવીના ડાયરાઓમાં પણ રૂપિયાનો વરસાદ હવે સામાન્ય વાત બની ગઈ છે. વિદેશની ધરતી પર કિર્તીદાન ગઢવીએ ધૂમ મચાવી દીધી છે.

આ સમયે કિર્તીદાન ગઢવી અમેરિકામાં છે તેમજ ગુજરાતીઓને મણ મુકીને ગરબાની મોજ કરાવી રહ્યા છે ત્યારે શુક્રવારે કિર્તીદાન ગઢવીના ગરબામાં અમેરિકામાં ટોપલામોઢે ડોલર ઉડ્યા હતા તેમજ સ્ટેજ પર ડોલરની ચાદર પથરાઇ ગઈ હતી. કિર્તીદાન ગઢવીએ આ વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયામાં વીડિયો શેર કરી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…