ગુજરાતીઓ ફરીથી આ તારીખે પડશે મુશળધાર વરસાદ – હવામાન વિભાગે કરી મોટી આગાહી

221
Published on: 2:04 pm, Sun, 21 August 22

ગુજરાતમાં આજે ફરીવાર વરસાદને લઇને હવામાન વિભાગે આગાહી કરી છે. આગાહી કરતા હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આજે સૌરાષ્ટ્ર અને કચ્છમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત પોરબંદર, જૂનાગઢ, જામનગર, અમરેલી અને ગીર-સોમનાથમાં પણ વરસાદ થઈ શકે છે. તેમજ ભાવનગર, બોટાદ, કચ્છ, દ્વારકા, મોરબી, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.

તેમજ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વધુમાં જણાવ્યું છે કે, રાજ્યમાં 22 ઓગસ્ટથી વરસાદની સિસ્ટમ સક્રિય થવાની આગાહી છે. તેમજ મંગળવારના રોજ 5 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે અને બે જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. મંગળવારે પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, નવસારી, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા, વલસાડમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

મંગળવારે અને બુધવારે દરિયાકાંઠે 65 કિમી સુધીની ઝડપથી પવન ફૂંકાઈ શકે છે. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં આગામી બે દિવસ સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 અને 23 ઓગસ્ટના રોજ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઈ છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…