ફરી એકવાર મેઘરાજા ગુજરાતના ઘણા વિસ્તારોમાં ધમરોળશે અને આ તારીખથી તબક્કાવાર ચોમાસું લેશે વિદાય

318
Published on: 10:52 am, Tue, 5 October 21

ગુજરાતમાં ખૈલેયાઓ માટે ખુબ સારા સમાચાર સામે આવી રહ્યા છે. હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ, રાજ્યમાં આ વર્ષે નવરાત્રિના સૌપ્રથમ નોરતે એટલે 7 ઓક્ટોબરથી ચોમાસું વિદાય લઇ શકે છે. નૈઋત્યનું ચોમાસું ગુરૂવારથી જ રાજ્યમાંથી તબક્કાવાર વિદાય લેવાનું શરૂ કરી દેશે.

રાજ્યમાં આ વર્ષે જુલાઇ તથા ઓગસ્ટ માસમાં ખુબ ઓછો વરસાદ નોંધાયો હતો પણ સપ્ટેમ્બર માસમાં ખુબ સારો વરસાદ પડતા રાજ્યમાં ચોમાસાની ઘટ નથી રહી. આ વખતે રાજ્યમાં ચોમાસામાં 31.44 ઈંચ સાથે સીઝનનો સરેરાશ 95% વરસાદ નોંધાયો છે. રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ છે.

ક્યાં છે વરસાદની આગાહી:
હવામાન વિભાગનાં જણાવ્યા મુજબ, રાજ્યમાં અમુક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. અમદાવાદ, સાબરકાંઠા તથા બનાસકાંઠામાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે ડાંગ, નવસારી વલસાડમાં વીજળીનાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.

આની ઉપરાંત આગામી 3 દિવસમાં મહત્તમ તથા લઘુતમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળશે. ગઈકાલે સુરતમાં આવેલ પલસાણામાં સૌથી વધારે 2 ઈંચ વરસાદ જ્યારે જીલ્લાનાં માંગરોળ, નવસારી, બારડોલી, કામરેજમાં અડધા ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો હતો.

ચોમાસાની વિદાય ક્યારે?
સમગ્ર રાજ્યમાં સપ્ટેમ્બર માસમાં સારો એવો વરસાદ નોંધાતા મોટાભાગના જિલ્લાઓમાં મહત્તમ ઘટ 15% રહેલી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં સરેરાશ કરતાં 24% વધારે વરસાદ નોંધાયો છે. સામાન્ય રીતે 17 સપ્ટેમ્બર પછી ચોમાસાની વિદાયની શરૂઆત થતી હોય છે જયારે આ વખતે ચોમાસાની વિદાય 7 ઓક્ટોબરે થવા જઇ રહી છે.

આની સાથોસાથ જ હવામાન વિભાગના જણાવ્યા મુજબ, ઓક્ટોબરના બીજા સપ્તાહથી રાજ્યમાં રાત્રે ઠંડીના ચમકારા તથા બપોરે તાપ લાગશે એટલે ત્યારથી બેવડી મોસમનો અનુભવ થશે. આમ, તબક્કાવાર ચોમાસું રાજ્યમાંથી વિદાય લે એવા એંધાણ લાગી રહ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…