કમોસમી વરસાદે હજારો ખેડૂતોના પેટે માર્યું પાટું- હજારોની માત્રમાં ગુણો પલળી ગઈ

163
Published on: 2:15 pm, Wed, 1 December 21

હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદને લઇને કરવામાં આવેલ આગાહી આજે રાજ્યમાં કમોસમી વરસાદનું સંકટ યથાવત રહ્યું છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાને લઈ હજી એક મોટી આગાહી કરવામાં આવી હતી. તે આગાહીને પગલે અમદાવાદમાં વહેલી સવારે ધીમી ધારે વરસાદ પાડવાનો શરૂ થયો હતો. કમોસમી માવઠા અંગે તમામ જિલ્લા કલેકટરોને એલર્ટ આપવામાં આવ્યા છે.

રાજકોટ શહેર તેમજ અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જિલ્લાના ગોંડલ તાલુકાના આજુબાજુના ગામડાઓમાં વરસાદી ઝાપટા પણ પડ્યા હતા. તેમજ સાંજ સુધીમાં રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે જો કમોસમી વરસાદ પડશે તો સૌથી વધુ જીરુંના પાકને નુકસાન પહોંચવાની શક્યતા છે. તેમજ કરવામાં આવેલ શિયાળુ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થશે. કમોસમી વરસાદની આગાહીને કારણે રાજકોટ જિલ્લાના બધા જ ખેડૂતો ચિંતિત જોવા મળી આવ્યા છે. વાદળછાયા વાતાવરણને લઇને શહેરી વિસ્તારમાં જનજીવનને મોટી અસર થઇ હતી.

હવામાન વિભાગની આગાહીને લઈને જામનગરમાં આજે સવારથી લઈને સમગ્ર શહેર અને જીલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. જામનગરના તમામ શહેર અને જીલ્લામાં સવારથી વાદળછાયું વાતાવરણ દેખાય આવે છે. હવામાન વિભાગની આગાહીને કારણે માર્કેટિંગ યાર્ડો દ્વારા તકેદારીના પગલાઓ લેવાયા હતા. આજ થી કાલાવડ માર્કેટિંગ યાર્ડ અચોકસ મુદત માટે બંધ કરવામાં આવી છે. આજથી યાર્ડમાં જણસી ની ઉતરાઈ કે હરાંજી કરવામાં નહી આવે. આગામી સૂચના આવ્યા બાદ જ APMC શરૂ કરવામાં આવશે. ખેડૂતોએ જણસી વહેંચવા ન આવવા બદલ યાર્ડના ચેરમેન યુવરાજસિંહ જાડેજાની નિવેદન આપવામાં આવ્યું છે.

હાપા યાર્ડમાં ૨૭ નવેમ્બરથી નવી જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. હાપા યાર્ડમાં ડુંગળી અને મરચાની આવક પણ આગામી સુચના ન આવે ત્યાં સુધી બંધ કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…