ગુજરાતનું રહસ્યમય મંદિર: જે દિવસમાં બે વાર પાણીમાં થઈ જાય છે ગરકાવ, દરિયાકાંઠે બેસીને ભક્તો જુએ છે ભવ્ય નજારો

Published on: 9:02 am, Mon, 6 February 23

વડોદરા(ગુજરાત): ગુજરાતના એક એવા શિવ મંદિર વિશે તમને જણાવી દઈએ કે, જે એક જ દિવસમાં બે વખત સમગ્ર મંદિર સમુદ્રમાં ડૂબી જાય છે. મંદિરના આ રીતે ડૂબી જવાના અને પછી થોડા કલાક બાદ ફરીથી પ્રકટ થવાની ઘટનાને જોઈને લોકોને નવાઈ લાગે છે. ગુજરાતના વડોદરા શહેરની પાસે કાવી-કંબોઈ નામના ગામમાં આ મંદિર આવેલું છે.

આ પ્રાચીન મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓને સમુદ્રના જળસ્તર ઘટવાની રાહ જોવી પડે છે. આ મંદિર સમુદ્રમાં થતા ભરતી અને ઓટને કારણે એક જ દિવસમાં બે વખત જળમાં લુપ્ત થઇ જાય છે. થોડા કલાકો પછી પાણી ઉતરતા શિવલિંગ ફરીથી દર્શન આપે છે. અરબ સાગરની વચ્ચે કેમ્બે તટ પર આ મંદિર બનાવવામાં આવ્યું છે.

આ તીર્થધામ સ્તંભેશ્વર મહાદેવ મંદિરના નામથી પણ વિખ્યાત છે. શ્રી મહાશિવપુરાણના રુદ્ર સંહિતામાં આ તીર્થધામ વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પુરાણોમાં જણાવ્યા અનુસાર, આ મંદિર ભગવાન શિવના દીકરા કાર્તિકેયે દ્રારા બનાવવામાં આવ્યું હતું.

પુરાણો અનુસાર, શિવભક્ત તાડકાસુરનું વધ કર્યા બાદ કાર્તિકેય બહુ જ બેચેન હતા. ત્યારે આ મંદિર તેમણે પોતાના પિતાના કહેવા પર તાડકાસુરના વધ સ્થળ પર બનાવ્યુ હતું. આ મંદિરનું શિવલિંગ લગભગ 4 ફૂટ ઉંચુ અને 2 ફૂટ પહોળુ છે. લોકો અહીં મંદિરની ચમત્કારિક ઘટના ઉપરાંત અરબ સાગરનો સુંદર નજારો જોવા માટે પણ આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…