વરસતા વરસાદ વચ્ચે વીજળી પડતા ખોડિયાર મંદિરમાં સર્જાયો ચમત્કાર- સમગ્ર ઘટના જાણી આંખે વિશ્વાસ નહિ આવે!

377
Published on: 12:22 pm, Sun, 3 October 21

ભારત એક ધાર્મિક દેશ છે. આની સાથોસાથ જ આપને જણાવી દઈએ કે, ભારતના અનેકવિધ મંદિરોમાં અવારનવાર ચમત્કારો સર્જાતા રહેતા હોય છ ત્યારે લોકો ઘણીવાર આવા ચમત્કારોને ભગવાનના પરચા માનતા હોય છે. આવો જ એક મંદિરનો ચમત્કાર હાલમાં ગુજરાતમાં જોવા મળી રહ્યો છે.

રાજ્યના જામનગર પાસે આવેલ દરેડ ગામનાં રંગમતી નદીમાં ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ગરકાવ થઈ ચુક્યું છે. પાણીમાં ગરકાવ થયેલ ખોડિયાર માતાના આ મંદિર પર વીજળી પડી હતી. ભારે પવન તથા અતિભારે વરસાદ હોવા છતાં મંદિર પરની ધજા તેજ સ્થિતિમાં ફરકતી રહી હતી.

લોકો દ્વારા આ ઘટનાને ખોડિયાર માતાનો ચમત્કાર માનવા લાગ્યા છે. ખોડીયાર માતાના મંદિરે જવાના રસ્તે પુલ પરથી પણ ધસમસતા પાણીના પ્રવાહને કારણે સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ ચુક્યો હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જામનગરની ભાગોળે આવેલ રંગમતી ડેમના દરવાજા પણ ખોલવામાં આવ્યા છે.

જેને લઇ મોડી રાત્રે લોકોને માઈક મારફતે તંત્ર દ્વારા સાવચેત પણ કરવામાં આવ્યા હતા. આગામી 24 કલાકમાં જામનગર સહિત સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે વરસાદ પડી શકે છે. જામનગરમાં થોડા દિવસ પહેલા વરસાદી વીજળી પડવાનો નજારો CCTV કેમેરામાં કેદ થયો હતો.

જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં વીજળી પડવાની ઘટના સર્જાઈ હતી. બેડ ટોલનાકાના CCTV માં અદભૂત નજારો કેદ થયો હતો. જામનગર નજીક વીજળી પડવાની બપોરનાં સુમારે આ ઘટના સર્જાઈ હતી. જામનગર જિલ્લામાં ‘ગુલાબ’ તથા ‘શાહીન’ વાવાઝોડાની અસર જણાઈ રહી છે.

દરિયામાં પણ વેલમાર્ક ડીપ ડિપ્રેશન થઇ રહ્યું છે કે, જેને કારણે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં ભારેથી લઈને અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે જયારે બીજી તરફ 60 કિમીની ઝડપે પવન પણ ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે.

જામનગરમાં તથા સમગ્ર જિલ્લાના અનેકવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અતિભારે વરસાદને લીધે કેટલાય વિસ્તારોમાં માર્ગો પર તેમજ લોકોના ઘરમાં પણ પાણી ઘુસી વળ્યા હતા. સમગ્ર જિલ્લામાં ફક્ત 24 કલાકમાં સરેરાશ 5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

કાલાવડ વિસ્તારમાં 108 મિમી, જામજોધપુરમાં 60 મિમી, જોડિયામાં 38 મિમી, ધ્રોલમાં 41 મિમી, લાલપુરમાં 114 મિમી વરસાદ ખાબક્યો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે જામનગર જિલ્લાના મોટાભાગના જળાશયોની સ્થિતિની જોવામાં આવે તો મોટાભાગના જળાશયો ભરાઇ ચૂક્યા છે જયારે જળ લેવલ મેઈન્ટેન કરવા દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે.

છેલ્લા સતત 2 દિવસથી પડી રહેલા અતિભારે વરસાદને લઇ જામનગરની ભાગોળનાં ખોડિયાર મંદિર ફરતે જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે તેમજ પાણીના પ્રવાહની વચ્ચે માતાજીનું મંદિર આવતા ભક્તો તથા ભગવાન વચ્ચે અંતર વધી ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…