ગરવી ગુજરાત: ડુંગળી ઉત્પાદનમાં દેશમાં આવ્યું સૌપ્રથમ ક્રમાંકે, જાણો ક્યાં અને કેટલું વાવેતર કરાયું?

181
Published on: 1:06 pm, Mon, 25 October 21

સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ અનેકવિધ પાક-ફળોની ખેતી કરવામાં આવે છે ત્યારે હાલના સમયમાં ડુંગળીના ભાવ ગૃહિણીઓને રડાવી રહ્યાં છે ત્યારે ખાસ વાત તો એ છે કે, સમગ્ર દેશમાં ડુંગળીનું વાવેતર કરતા ખેડૂતો પૈકી ગુજરાતનો ખેડૂત સૌથી વધુ ડુંગળીનું વાવેતર કરી રહ્યો છે. કૃષિ વિભાગના આંકડા મુજબ રાજ્યમાં પ્રતિ હેક્ટર 2,400 કિગ્રા ડુંગળી થાય છે જ્યારે ભારતની એવરેજ 1,700 કિગ્રા છે.

ગુજરાતમાં ડુંગળીનો પાક સામાન્ય રીતે શિયાળામાં લેવામાં આવતો હોય છે. જયારે રાજ્યમાં 40,000 હેક્ટર જેટલી જમીનમાં જ ડુંગળીનું વાવેતર કરવામાં આવતું હોય છે. ખાસ કરીને તો ભાવનગર, અમરેલી, જામનગર તથા રાજકોટમાં ડુંગળીનું વાવેતર સૌથી વધુ થતું હોય છે. ગુજરાતનો ભાવનગર જિલ્લો એકમાત્ર એવો જીલ્લો છે કે, જ્યાં ડુંગળીનું દેશમાં સૌથી વધારે ઉત્પાદન થાય છે.

દેશના રાજ્યોમાં પ્રતિ વર્ષ સરેરાશ 13,15,200 હેક્ટર જમીનમાં ડુંગળીનાં પાકનું વાવેતર થાય છે કે, જેમાં ગુજરાતનો ભાગ ફક્ત 4% છે. વ્યાપારીઓની નફાખોરી તેમજ સંગ્રહાખોરીને લીધે ડુંગળી, બટાટા તથા ટામેટાંના ભાવ ઉંચકાઈ રહ્યા છે. રાજ્યના છૂટક માર્કેટમાં આજે પણ ડુંગળી 70 રૂપિયે કિગ્રાના ભાવે મળી રહી છે.

આ ડુંગળી સામાન્ય રીતે ફક્ત 10 રૂપિયે કિગ્રાનાં ભાવે મળતી રહેતી હોય છે. જયારે આ વખતે વધતા જતાં ભાવોને લીધે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીની વિદેશમાંથી આયાત કરવાનો વારો આવ્યો છે. ભારતના રાજ્યો પૈકી મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ તથા રાજસ્થાનમાં ડુંગળીનો વધુ પાક લેવામાં આવે છે.

આની ઉપરાંત ગુજરાત, બિહાર, આંધ્રપ્રદેશ, હરિયાણા, પશ્ચિમબંગાળ તથા ઉત્તરપ્રદેશમાં પણ ડુંગળીનું વાવેતર કરાય છે. ડુંગળીની ઉત્પાદકતાની બાબતમાં ગુજરાત તથા મધ્યપ્રદેશ વચ્ચે સ્પર્ધા રહેલી છે. રાજ્યના કૃષિ વિભાગના ઉચ્ચ અધિકારીઓ જણાવે છે કે, રાજ્યમાં ઉત્પાદિત થતી ડુંગળીની નિકાસ થતી હોવાથી ઘણીવખત માંગ સામે પુરવઠો ઓછો મળે છે જેથી ભાવમાં વધારો જોવા ,મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…