ગુજરાત રાજ્યમાં એક તરફ લોકો ઠંડીમાં ઠૂંઠવાયા રહ્યા છે ત્યારે બીજી તરફ હવામાન વિભાગે કમોસમી વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર આજે વહેલી આણંદ, દાહોદ, ભાવનગર, પંચમહાલ, ખેડા અને અરવલ્લી સહિતના પથંકમાં માવઠું પડ્યું હતું.
કમોસમી માવઠાના કારણે લોકોને બેવડી ઋતુનો અનુભવ થયો હતો અને ખેડૂતોના ઊભા પાકમાં પણ નુકસાનની ભીતિ જોવા મળી રહી છે. તેથી ખેડૂતોમાં ખુબજ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. ગઈકાલ સવારથી જ ભાવનગરમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું.
જિલ્લામાં બે દિવસમાં વરસાદ વરસે એવી સંભાવના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. કમોસમી વરસાદને કારણે લોકોને સ્વેટરની સાથે સાથે રેઈનકોટ પણ પહેરવા પડી રહ્યા છે. કમોસમી વરસાદને લીધે મહા મહિનામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો.
જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે એકાએક વરસાદી ઝાપટાં વરસ્યાં હતાં. અને તેથી જ ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. લાગી રહ્યું છે કે વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થશે. ભેજનું પ્રમાણ શુકવારે સવારથી જ વાતાવરણમાં જોવા મળી રહ્યું હતું. 13 ડીગ્રી તાપમાન સાથે વાતાવરણમાં ફરી વખત ઠંડીનું જોર વધ્યું હતું.
વાતાવરણમાં ભેજનું પ્રમાણ એકા-એક વધીને 84 ટકાએ પહોંચ્યું હતું.ત્યારે પવનની ઝડપ 22 કિમી પ્રતિ કલાક જોવા મળી હતી, ભાવનગરમાં ટાઢાબોળ પવનોને કારણે ઠંડીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. વીજળીના કડાકાભડાકા સાથે વરસતા વરસાદના કારણે મકાઈ, કપાસ સહિતના પાકોમાં નુકસાન થવાની શક્યતા છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…