ગુજરાતના આ જીલ્લામાં માત્ર આઠ કલાકમાં પડ્યો 15.9 ઇંચ વરસાદ- ખેડૂતોના તો મોતિયા મરી ગયા

147
Published on: 4:26 pm, Wed, 29 September 21

ગુજરાત રાજ્યમાં મેઘો મહેરબાન થયો છે. જ્યાં જુઓ ત્યાં વરસાદ જ વરસાદ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે વલસાડ જિલ્લામાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને લઈને ગઈકાલથી જ સારો એવો વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલના રોજ દિવસ દરમિયાન છુટાછવાયા વરસાદી ઝાપટા બાદ મોડી રાત્રે વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વલસાડ જિલ્લામાં 24 કલાકમાં સૌથી વધુ વરસાદ ખાબક્યો છે.

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં ભારે વરસાદ પડવાને કારણે કપરાડા અને મહારાષ્ટ્ર બોર્ડરમાં રાત્રે 12 વાગ્યાથી સવારના 8 વાગ્યા સુધી 15.94 ઇંચ વરસાદ તૂટી પડ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદ ખાબકવાને લઈને મધુબનડેમમાં 9 લાખ ક્યુસેકથી પણ વધારે પાણીની આવક થઈ રહી છે. માત્ર 8 કલાકમાં કુલ મધુબનડેમ 7 દરવાજા 2 મીટરે ખોલી દેવામાં આવ્યા છે. તો હાલમાં ભારે વરસાદને કારણે ડેમમાંથી 9 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે. આ કારણે વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વલસાડ જિલ્લામાં એક NDRF ની ટીમ સ્ટેન્ડબાય ગોઠવી દેવામાં આવી છે. તો બીજી બાજુ, અધિકારીઓને હેડક્વાટર્સ ન છોડવા માટેના આદેશ આપી દેવામાં આવ્યા છે.

વલસાડ શહેરમાં 6.5 ઇંચ અને જયારે કપરાડા તાલુકામાં 6 ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકી ચૂકયો છે. ત્યારે આજે પણ સવાર બાદ પણ જિલ્લાના અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ પડવાને કારણે વલસાડ શહેરના છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઈ જવાને કારણે રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે.

ભારે વરસાદ ખાબકવાને કારણે જિલ્લાના તમામ નદી-નાળાઓ બંને કિનારે વહી રહ્યા છે. ગઈ કાલે મોડીરાત્રે વલસાડ શહેરમાં ધોધમાર વરસાદને કારણે વલસાડ શહેરના નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીથી જળ બંબાકાર થઇ ગયા છે. તો શહેરની રોજીંદી સમસ્યાને કારણે છીપવાડ અને મોગરાવાડી રેલવે ગરનાળામાં પાણી ભરાઇ જતા વહેલી સવારે નોકરી ધંધા માટે જતા લોકો અને વાહનચાલકો ખુબ જ મુશ્કેલીમાં મુકાયા હતા. વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓ વલસાડ, કપરાડા, ધરમપુર, પારડી, વાપી અને ઉંમરગામ તાલુકામાં પણ વરસાદ ખાબક્યો હતો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ
ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…