હજુ તો અંબાલાલની આગાહી થંભી નથી ત્યાં તો મેદાને ઉતર્યા શીવાલાલ પટેલ- વરસાદને લઈને કરી મોટી આગાહી

Published on: 5:14 pm, Tue, 17 August 21

અવારનવાર ગુજરાતમાં વરસાદ ને લઈને આગાહીઓ થતી રહે છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની સાથે ઘણા નિષ્ણાંતો છે જે પોતે હવામાનની આગાહી કરતા હોય છે. હાલ આવાજ એક હવામાન શિવા લાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી છે.

અંબાલાલની સાથે સાથે ગુજરાતમાં શિવા લાલ પટેલની પણ એન્ટ્રી થઈ છે. શિવા લાલ પટેલ આગામી સમયમાં વરસાદને લઈને ગુજરાતમાં આગાહી કરી છે અને મહત્વની જાણકારીઓ આપી છે. હાલ કેટલાય સમયથી રાજ્યમાં વરસાદ પાછો ખેંચાયો છે, ખેડૂતો સિંચાઈ માટે પાણી તરસી રહ્યા છે.

રાજ્યના મોટા ભાગનાં જળાશયો ખાલી થઈ ગયા છે ત્યારે ખેડૂતની છેલ્લી ઉમ્મીદ મેઘરાજા જ છે. ત્યારે હવામાનશાસ્ત્રી શિવા લાલ પટેલે વરસાદને લઈને આગાહી કરતા જણાવ્યું છે કે, ટૂંક જ સમયમાં ગુજરાતમાં મેઘરાજા મન મુકીને વરસશે. મળતી માહિતી અનુસાર શિવલાલ પટેલે જણાવ્યું હતું કે ૧૮ થી 21 તારીખ સુધી રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમ વરસાદ થશે તેઓ શિવા લાલ પટેલે જણાવ્યું હતું. ચોમાસાની સીઝન પુરી થવા આવી તેમ છતાં હજી રાજ્યમાં ૪૮ ટકા વરસાદની ઘટ છે. ત્યારે શિવા લાલ પટેલ ખુશીના સમાચાર લઈને આવ્યા છે. છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં મેઘરાજાને રાહ જોઈ રહ્યા છે ત્યારે ફરી એકવાર મેઘરાજા ગુજરાતમાં ધમાકેદાર બેટિંગ કરવા તૈયાર છે.