જગતના તાતની વ્યથા: ફક્ત 3 વર્ષમાં આટલા ખેડૂતોને ના છુટકે લેવું પડ્યું આપઘાતનું કઠોર પગલું

Published on: 4:00 pm, Sat, 31 July 21

સમગ્ર દેશમાં તથા રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થતો જે રહ્યો છે. આર્થિક સંકડામણથી કંટાળીને અથવા તો અન્ય કોઈ નજીવા કારણોસર આપઘાત કરી લેતા હોય છે ત્યારે હાલમાં એક ખુબ ચોંકાવનાર જાણકારી સામે આવી છે. સમગ્ર ગુજરાતમાં વર્ષ 2017થી લઈને 2019 એમ માત્ર 3 જ વર્ષમાં કુલ 28 ખેડૂતોએ આપઘાત કરી લીધો છે.

કેન્દ્ર સરકારના આ રિપોર્ટને લઈ ગુજરાતના અનેકવિધ ખેડૂત સંગઠનોના મત પ્રમાણે સરકારી ચોપડે દર્શાવવામાં આવેલ આ આંકડા ખુબ ઓછા છે, હકીકતમાં તો ખેડૂતોનાં આપઘાતના કિસ્સા વધારે હોવાનું માનવામાં આવે છે. પોલીસ ફરિયાદ કરવામાં આવે ત્યારે ખેડૂત અથવા તો પછી પાક નિષ્ફળ થઈ જવાથી આપઘાત કરાઈ તેવું દર્શાવવામાં આવતું નથી.

જેને લીધે સરકારી ચોપડે ખેડૂતોનાં આપઘાતનો આંકડો ખુબ ઓછો દેખાય છે. હકીકતમાં ગુજરાતના ખેડૂતો દેવાદાર બન્યા છે. કેન્દ્ર સરકારના રિપોર્ટ મુજબ રાજ્યના ખેડૂતોની માથે કુલ 90000 કરોડથી પણ વધારે દેવું રહેલું છે. ખેડૂતોને પાક નિષ્ફળ જવાની સાથે જ પાક વીમા યોજનાનું પૂરતું વળતર મળતું નથી.

ખેડૂતો દેવાના ડુંગર તળે દબાયેલા છે, જેને લીધે આપઘાતનું પ્રમાણ ખુબ વધુ રહેલું છે.સરકારી ચોપડે વર્ષ ૨૦૧૭માં રાજ્યમાં વર્ષ ૨૦૧૮માં ૨૧ તથા વર્ષ ૨૦૧૯માં 3 એમ મારે ત્રણ વર્ષમાં કુલ ૨૮ ખેડૂતોઈ આપઘાત કર્યા છે. આપઘાતના કારણ પાછળ પારિવારિક સમસ્યા, બીમારી, નશો, લગ્ન સંબંધી, પ્રેમ, દેવું, બેકારી, સંપત્તિ વિવાદ કારણભૂત રહેલા છે.

મહત્ત્વની વાત તો એ છે કે, કેન્દ્ર સરકારના રિપોર્ટમાં સામે આવ્યું છે કે, રાજ્યમાં 42% કરતાં વધારે ખેડૂતોએ લોન લીધી છે. આની સાથે જ માત્ર 0.001 હેક્ટર કરતાં પણ ઓછી જમીન ધરાવતા ખેડૂતનું દેવું 7000 આસપાસ રહેલું છે. જેઓ ૦.૦૧થી ૦.૪૦ હેક્ટર જમીન ધરાવે છે તેમની માથે 12000 જેટલું દેવું રહેલું છે.

જયારે 2 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની બેંક લોનનું દેવું 30000 આસપાસ રહેલું છે. આ જ રીતે 4 હેક્ટર સુધી જમીન ધરાવતા ખેડૂતની માથે 82000 તેમજ 10 હેક્ટર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની માથે 1 લાખ કરતાં વધારેનું બેંકનું દેવું રહેલું છે. જે એક ખુબ શરમજનક બાબત છે.