આગામી 24 કલાકમાં ચક્રવાતનું રૂપ ધારણ કરશે ‘શાહીન’ વાવાઝોડું – જાણો ક્યાં કેટલી રહેશે અસર?

313
Published on: 1:06 pm, Thu, 30 September 21

હજુ તો ગુલાબ વાવાઝોડું થયું નથી ત્યાં તો શાહીન વાવાઝોડાનો ખતરો ગુજરાત રાજ્ય પર મંડરાઇ રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી શાહીન વાવાઝોડાની વાતો થઇ રહી છે, પરંતુ હાલ હવામાન વિભાગે 100 ટકા સાચી માહિતી આપી છે. ૨૪ કલાકમાં ગુજરાતમાં શાહીન વાવાઝોડાની ભારે અસર દેખાશે. ભારે પવન સાથે ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગે જાહેર કરી છે. સાથોસાથ આવનારા ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે કહેવામાં આવ્યું છે.

છેલ્લા એક અઠવાડિયાથી રાજ્યમાં મેઘરાજા મન મુકીને વરસી રહ્યા છે, ત્યારે રાજ્યના 57 ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાયો છે. બંગાળના અખાતમાં સર્જાયેલું ચક્રવાત ગુલાબની તીવ્રતા ગુજરાતના દરિયાકાંઠા સુધી પહોંચતા હવામાનની અસર વધી છે. જેના કારણે છેલ્લા ૨૪ કલાકમાં મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓ અને તાલુકાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે આવનારા ૨૪ કલાકમાં ગુલાબ વાવાઝોડું શાહીન બની જશે. શાહીન બનતા જ કચ્છના અખાતમાં થી પાકિસ્તાન સુધી સફર કરશે. શાહીન ચક્રવાતના કારણે દક્ષિણ ગુજરાત અને ખંભાતના અખાતમાં ડિપ્રેશનની અસર જાતા હવામાન મોટા ફેરફારો દેખાશે.

આગામી ૪૮ કલાક એટલે કે 2 ઓક્ટોબર સુધી ૧૦૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. વાવાઝોડું ડિપ ડિપ્રેશનમાં ફેરવાતાં દરિયાકાંઠા વિસ્તારોમાં ૪૫થી ૭૦ કિ.મી.ની ઝડપ સુધી પવન ફૂંકાશે. આવતીકાલે એટલે કે એક ઓક્ટોબરના રોજ સાહિલ વાવાઝોડું ચક્રવાતનું રૂપ ધારણ કરશે જેની અસરને પગલે 100 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતાઓ વધી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો અહીંયાના મોટાભાગના વિસ્તારોમાં 100 થી 110 કિ.મી.ની ઝડપે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…