સુરતના વિદ્યાર્થીઓએ 87.52% પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં વગાડ્યો ડંકો, રાજ્યમાં સૌથી વધુ A-1 ગ્રેડમાં સુરતના 643 વિદ્યાર્થીઓ

156
Published on: 2:53 pm, Sat, 4 June 22

માર્ચ અને એપ્રિલ મહિનામાં લેવાયેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાના પરિણામ જાહેર થઇ ગયું છે. ગયા મહિને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું 86.91% પરિણામ આવ્યું છે. જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ સુરત A-1 અને A-2માં ઘણા વિદ્યાર્થીઓ છે. ગુજરાતમાં A-1માં સુરતમાં સૌથી વધુ A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થીઓ છે.

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું સુરત જિલ્લાનું 87.52 ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં ગુજરાતમાં સૌથી વધુ સુરતના A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થીઓએ બાજી મારી લીધી છે. આ સાથે B-1માં 7521, B-2માં 8995, C-1માં 8128, C-2માં 3813, Dમાં 255 અને Eમાં 2 વિદ્યાર્થીઓ છે.

આ ઉપરાંત, જણાવી દઈએ કે વડોદરા શહેર જિલ્લામાં સામાન્ય પ્રવાહના 38551 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. બોર્ડના પરિણામો પણ સમયસર જાહેર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરેલી જાહેરાત મુજબ ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર થયું છે. આ સાથે જ ધોરણ 10 બોર્ડના પરિણામોની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે. 6 જૂને ધોરણ 10નું પરિણામ પણ જાહેર થશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…