
હાલમાં જયારે સમગ્ર દેશમાં ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની મુહિમ ચાલી રહી છે ત્યારે બીજી તરફ ગુજરાતમાં ગાયોની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં કરવામાં આવેલ ગાય-ભેંસની વસતિ ગણતરીમાં આ બાબત સામે આવી રહી છે.
જેમાં જણાવ્યા પ્રમાણે સમગ્ર ગુજરાતમાં ગાયોની સંખ્યા 7 વર્ષમાં ઘટાડો થયો છે જ્યારે ભેંસોની સંખ્યા આ સમય દરમિયાન વધી રહી છે. એવી શક્યતા સેવાઈ રહી છે કે, પશુપાલકો દૂધનું ઉત્પાદન વધારવા માટે ગાય કરતાં ભેંસ રાખવાનું વધુ પસંદ કરી રહ્યા હોય.
ફક્ત 7 વર્ષમાં 3.50 લાખ ગાય ઘટી:
ભારત સરકારના પશુઓની વસતિ ગણતરીનાં મળેલ આંકડા મુજબ, ગુજરાતમાં ગાયોની સંખ્યા વર્ષ 2012માં 99,83,953 સુધી પહોંચી ગઈ હતી પણ વર્ષ 2019માં આ સંખ્યામાં ઘટાડો થઈને 96,33,637 થઈ ગઈ છે એટલે કે, ગાયોની સંખ્યામાં 7 વર્ષના સમયગાળામાં 3.50 લાખ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
રાજ્યમાં ભેંસોની સંખ્યા 1 કરોડથી વધુ:
જયારે બીજી બાજુ, ભારત સરકારની ગણતરી પ્રમાણે આ સમયગાળામાં ભેંસોની સંખ્યામાં 1.52%નો વધારો જોવા મળ્યો છે. સમગ્ર રાજ્યમાં વર્ષ 2012માં 10,385,574 હતી જયારે વર્ષ 2019માં વધારો થઈને કુલ 10,543,250 થઈ ગઈ છે. જે દર્શાવે છે કે, સમગ્ર રાજ્યમાં પશુપાલકો દૂધનું વધુ ઉત્પાદન મળી શકે.
રાજ્યમાં 100% ગાયોની સંખ્યા વધી છે: વલ્લભ કથીરિયા
રાષ્ટ્રીય કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથીરિયાને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, મારે આ ડેટાને ફરીથી રિવ્યૂ કરવો પડશે. મારું માનવું છે ત્યાં સુધી ગુજરાતમાં 100% ગાયોની સંખ્યા વધી છે. બની શકે કેટલીક ગૌશાળાની ગાયો આ ગણતરીમાં બાકી રહી ગઈ હોય.
દેશમાં ગૌધનની સંખ્યા 19.24 કરોડ:
સમગ્ર દેશમાં ગાયની વસતિના આંકડા મુજબ, વર્ષ 2012માં ગાયોની વસતિ 19.09 કરોડ ગૌધન હતું, જે વર્ષ 2019માં વધારો થઈને 19.24 કરોડ થયું છે. ગાયના પોપ્યુલેશન બાબતે પશ્ચિમ બંગાળ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર તથા મહારાષ્ટ્ર ટોપ 5 રાજ્યોમાં સ્થાન ધરાવે છે.
આની ઉપરાંત રાજસ્થાન, ઝારખંડ, આસામ, છત્તીસગઢ તથા ઓડિશામાં પણ ગાયોની વસતિમાં સતત વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ, સમગ્ર દેશમાં ભેંસની વસતિ વર્ષ 2012માં કુલ 10.87 કરોડ હતી કે, જેમાં વર્ષ 2019માં વધારો થઈને કુલ 10.98 કરોડ થઇ ચુકી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…