ગુજરાતના આ મંદિરમાં છે શ્રીફળનો પહાડ: વર્ષો બાદ એકપણ શ્રીફળ બગડ્યું નથી, જાણો આની પાછળનું રહસ્ય

206
Published on: 5:23 pm, Thu, 16 September 21

ભારત સંસ્કૃતિ તથા ધર્મભક્તિ ધરાવતો દેશ છે ત્યારે હાલમાં આવા જ એક અનોખા મંદિરને લઈ હાલમાં રોચક જાણકારી સામે આવી છે. બનાસકાંઠામાં આવેલ લાખણી જિલ્લાથી 6 કિમી દૂર ગેળા ગામમાં ‘શ્રીફળનો પહાડ’ આવેલ છે. આની સાથે જ આ ગામમાં હનુમાન દાદાનું મંદિર આવેલ છે. અહીં 700 વર્ષ અગાઉ ખીજડાના વૃક્ષ નીચે સ્વયંભૂ હનુમાન દાદાની શિલા પ્રગટ થઈ હતી.

‘શ્રીફળ મંદિર’ તરીકે ઓળખાય છે આ મંદિર:
ભાવી ભક્તો અહીં શ્રીફળ ચઢાવતા હોય છે તેમજ આની સાથે જ તેને ત્યાં મુકે પણ છે. આ રીતે ધીમે-ધીમે અહીં શ્રીફળનો પહાડ બની ગયો છે. અહીં શ્રીફળનો પહાડ આવેલ હવાને લીધે આ મંદિરનું નામ ‘શ્રીફળ મંદિર’ રાખવામાં આવ્યું હતું. આ પહાડમાંથી કોઈ શ્રીફળ લઈ જઈ શકતું નથી. અહીં શનિવારે મેળા જેવો માહોલ સર્જાય છે. અહીં વર્ષોથી પડેલ શ્રીફળ ક્યારેય બગડતા નથી તેમજ તેમાંથી કોઈ દુર્ગંધ પણ આવતી નથી.

હજારથી વધારે ગાયોની વિશાળ ગૌશાળા પણ છે:
આ મંદિરના દર્શન કરવાથી જ ભક્તોની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. અહીં દર શનિવારે મેળો ભરાય છે જેથી ત્યાં બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ગામમાં દર શનિવારે હજારો bhavik ભક્તો દર્શન કરવા માટે આવતા હોય છે. આ મંદિરમાં એક ગૌશાળા પણ બનાવવામાં આવી છે.

જ્યાં લગભગ હજારથી પણ વધારે ગાયોનું નિવાસસ્થાન રહેલુ છે કે, તેનું સંપૂર્ણ સંચાલન ગેળા હનુમાન મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. આ ગાયોની દેખરેખ હેઠળ મંદિરમાં આવતા દાન દ્વારા કરવામાં આવે છે. આપને જાણીને નવાઈ લાગશે કે, ગૌશાળામાં એક દિવસનો ખર્ચ 70,000 રૂપિયા રહેલો છે.