
ગુજરાતમાં તાજેતરમાં જ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી અને આ ચૂંટણીના પરિણામો પણ જાહેર થઈ ગયા હતા. જોકે આ ચૂંટણીમાં જ દાહોદ જિલ્લામાં એક એવી ચોંકાવનારી ઘટના બની છે જે સાંભળીને કોઈ પણ વ્યક્તિને વિશ્વાસ નહી થાય. આ ઘટના પરથી સવાલ પેદા થાય કે, શું આજના યુગમાં પણ આટલી બધી ઘોર અજ્ઞાનતા હોઈ શકે ખરી? ગ્રામજનોની અજ્ઞાનતા અને નિરક્ષરતાનાને લીધે જે મહિલા ઉમેદવાર જીતવાના હતા એ હારી ગયા હતા અને ચોંકાવનારુ પરિણામ સામે આવ્યું છે.
આ ઘટનાને વિગતવાર તમને જણાવવામાં આવે તો, દાહોદ જિલ્લાના સાહડા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં એક મહિલા ઉમેદવારનું ચુંટણી નિશાન ‘ટેબલ’ હતું. જેથી તેમના ટેકેદારો દ્વારા ગ્રામજનોને ટેબલના નિશાન પર સિક્કો મારવાનું કહેવામાં આવ્યું હતું. જેને લીધે મોટાભાગના મતદારોએ પણ પોતાના દિમાગમાં ‘ટેબલ’ જ ફીટ કરી લીધું હતું કે સૌ લોકોને ટેબલ પર જ સિક્કો મારવાનો છે.
બસ આ એક ટેબલની જાળમાં જ જીતની આખે આખી બાજી પલટી જવા પામી હતી. કારણ કે, જ્યાં વોટ આપવા માટે જવાનું હતું ત્યાં પણ એક ટેબલ રાખવામાં આવ્યું હતું એટલે મતદારોએ બેલેટ પેપરમાં રહેલા ટેબલના નિશાન પર સિક્કો મારવાની જગ્યાએ મતદાન કુટીરમાં રાખવામાં આવેલા ટેબલ ઉપર જ સિક્કા મારી દીધા હતા અને બેલેટ પેપર સાવ કોરેકોરા જ મત પેટીમાં નાખી દીધા હતા
પણ ચોંકાવનારી વાત તો એ છે કે, આ ગ્રામ પંચાયતના મતદાન મથકમાં 198 મત રદ થયેલા નીકળ્યા હતા, જેમાંથી મોટાભાગના બેલેટ પેપર કોરા નીકળ્યા હોવાના લીધે અન્ય મત રદ થયા હતા. જે મહિલા ઉમેદવાર નું નિશાન ટેબલ હતું તેને કુલ 544 મળ્યા હતા અને સામાપક્ષે વિજેતા થયેલા મહિલા ઉમેદવારને કુલ 575 મત મળ્યા હતા. આ પરથી કહી શકાય કે, લોકોના અજ્ઞાનનો ભોગ એક સરપંચના ઉમેદવારને બનવું પડ્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…