
ગુજરાત રાજ્યમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું પરિણામ(Gram Panchayat Election Results) આવી ગયું છે. જ્યાં દરેક ગામડે કોઈની જીત થઈ છે તો, કોઈને બિસ્તરા પોટલાં બાંધીને ઘરભેગું થવું પડયું છે. ચૂંટણી સમયે કોનો ખેલ પડી જાય છે, તેની કોઈને જાણ રહેતી નથી. હાલ એવી જ ઘટના સામે આવી છે, જેમાં ઉમેદવારને તેના ઘરનાં સભ્યોનો જ વોટ નહોતો મળ્યો અને ફક્ત એક જ વોટ મળ્યો છે અને મોટી હાર મળી હતી.
અહીંયા વાત થઇ રહી છે વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર પાંચ ની. અહીંયા ઉભા રહેલા એક ઉમેદવારને ફક્ત એક જ વખત મળ્યો હતો, તે પણ તેનો પોતાનો જ હતો. તમને જણાવી દઈએ કે તેમના પરિવારના સભ્યોની સંખ્યા 12 છે. તેમ છતાં ઉમેદવારને એક જ વોટ મળ્યો હતો. પરિવારના સભ્યોએ પણ દગો આપી સામેવાળા ઉમેદવારને મત આપી દીધો હતો. સમગ્ર ગુજરાતમાં છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર 5 નું ચૂંટણી પરિણામ ચર્ચાનો વિષય બન્યો હતો.
સંતોષભાઈ હળપતિ નામના ઉમેદવાર છરવાડા ગામ પંચાયત ના બોર્ડ નંબર પાંચ માંથી ઉભા હતા. સંતોષભાઈના પરિવારના સભ્યોની સંખ્યા ૧૨થી વધુ હતી. પરંતુ ચૂંટણીનું પરિણામ આવતા જ સંતોષભાઈ ના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. કારણ કે, સંતોષ ભાઈને ફક્ત એક જ વોટ મળ્યો હતો, તે પણ તેનો જ. તેમના પરિવારના સભ્યોએ જ સંતોષભાઈને વોટ નહોતો આપ્યો.
આ વખતેની ચૂંટણીની વાત કરીએ તો, સરેરાશ ૩૪ ટકા જેટલું મતદાન થયું હતું. ગુજરાત રાજ્યની ૧૧૬૫ ગ્રામ પંચાયતો અને 9613 વોર્ડમાં ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા. તમને જણાવી દઈએ કે, ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન દરેક લોકોએ બે બે મત આપવાના હોય છે. પરંતુ વાપી તાલુકાના છરવાડા ગ્રામ પંચાયતના વોર્ડ નંબર પાંચનું ચૂંટણી પરિણામ હાલ ચર્ચાનો વિષય બન્યો છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…