રેલ્વે ટ્રેક બનાવવાં ગુજરાત સરકારે ખેડૂતોના ઉભા પાક પર ફેરવી નાખ્યું જેસીબી – ખેડૂતોની વર્ષોની મહેનત પાણીમાં

669
Published on: 2:06 pm, Sun, 13 February 22

ખેડા જિલ્લાના વસો તાલુકાના રૂણ ગામના ખેડૂતોની જમીન સંપાદનના મુદ્દે જંત્રી કરતાં ઓછા નાણાં ચૂકવવાનો આક્ષેપ કરી ખેડૂતોએ આ વળતરનો અસ્વીકાર કર્યો છે અને આજે તંત્ર દ્વારા ખેડૂતોની જમીન સંપાદન કરવા જતા ખેડૂતો ખેતરમાં સુઈ જઈને ભારે વિરોધ કરતા અધિકારીઓને દોડવું પડ્યું હતું. ગામના ખેડૂતો જણાવી રહ્યા હતા કે આ ગામની સીમમાંથી રેલવેના પ્રોજેક્ટ અંતર્ગત રેલ્વે લાઇન પસાર થનાર છે.

જે માટે જમીન સંપાદનની કામગીરી 2009થી ચાલી રહી છે 2009માં બે ખેડૂતોને જમીન સંપાદનના જે ભાવ ચૂક્યા હતા. તેના કરતાં પણ ઓછા 2021માં જમીન સંપાદન થઇ તેના ભાવ ચૂકવવામાં આવી રહ્યા છે. જે અન્યાય જનક છે ખૂબ જ ઓછા ભાવ સરકાર દ્વારા આપવામાં આવ્યા છે.

સરકારે અન્યાય કર્યો હોવાનું ખેડૂતોનો આક્ષેપ
જે બાબતે અમે કોર્ટમાં ગયા હતા કોર્ટે સરકારને ખેડૂતોને સાથે રાખીને કામગીરી કરવા જણાવ્યું હતું. રીંગણ, ટાંમેટી સહિત ઉભા પાકમાં મશીન ફરતાં જોઇને લાખો રૂપિયાના નુકશાનને લઇને ખેડૂતોની આંખમાં આંસુ આવી ગયા હતા. આ ખેડૂતોને સાંભળનાર કોઇ ન હતું. ખેતરમાં આંબાના વૃક્ષો સહિત અન્ય વૃક્ષોને પણ મશીનથી નષ્ટ કરવામાં આવ્યા હતા.

અધિકારીના હુકમથી અમે કામગીરી હાથ ધરી: અધિકારીઓ
વસો મામલતદાર કચેરીના સર્કલ ઓફીસર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, જમીન સંપાદન અધિકારીના હુકમ અનુસાર અમોએ આજે કામગીરી હાથ ધરી છે ખેડૂતોને જે સમસ્યા હોય તેમની રજૂઆતો તેમણે કરવી જોઈએ અમે તો સરકારી અધિકારી હોય ફરજ નિભાવી રહ્યા છીએ.

બજાર કિંમત એક વિઘે 14 થી 15 લાખ સામે રેલવે વિભાગ દ્વારા રૂ.5 થી 6 લાખ વળતરને ખેડૂતોએ અસ્વીકાર કર્યો હતો. છતાં પણ સરકારે એક તરફી કામગીરી કરી છે અને આજે અમારી જમીનનો કબજો લીધો છે 17 જેટલા ખેડૂતોની 40,વિઘા જેટલી જમીન પર ઊભો પાક હોવા છતાં પણ આ પાક નષ્ટ કરવામાં આવ્યો છે અગાઉથી અમને જાણ પણ કરવામાં આવી નથી અગાઉ કોઈ પણ પ્રકારની જાણ કર્યા વગર ખેતરોમાં ઘૂસી ગયાનો આરોપ ખેડૂત એ લગાવ્યા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…