સતત વધતા પેટ્રોલના ભાવ વચ્ચે રાજ્ય સરકાર આપી રહી છે ઈલેક્ટ્રીક વાહનની ખરીદી પર મોટી સબસીડી

227
Published on: 2:50 pm, Tue, 12 October 21

હાલમાં મોંઘવારીના સમયમાં સતત વધત જતા પેટ્રોલ-ડીઝલના ભાવની વચ્ચે મોટાભાગના લોકોનું આકર્ષણ ઇલેક્ટ્રિક વાહન બાજુ ધકેલાઈ રહ્યું છે. ક્લાઇમેટ ચેન્જની સમસ્યા હાલની સૌથી મોટી સમસ્યા બનતી જઈ રહી છે. સમગ્ર વિશ્વમાં પ્રદુષણ દિન-પ્રતિદિન સતત વધતું જઈ રહ્યું છે.

પર્યાવરણનું જતન તેમજ ઉછેર કરવો આપણી નૈતિક જવાબદારી રહેલી છે. પ્રદૂષણમાં ઘટાડો લાવવા માટે તેમજ પર્યાવરણ સાચવવા માટે પરંપરાગત ઉર્જાનો વપરાશ વધારવો ખૂબ જ જરૂરી બન્યો છે. આ ઉદ્દેશને ધ્યાનમાં રાખીને જુદા-જુદા દેશો દ્વારા હવે પ્રદુષણરહિત સાધનોનો આવિષ્કાર કરવામાં આવી રહયો છે કે, જેમાં બેટરી સંચાલિત સ્કૂટર, રીક્ષા તેમજ કાર પણ વિકસાવી રહ્યા છે.

ગુજરાત સરકાર પણ આ દિશામાં પગલાં ભરી રહી છે ત્યારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. પહેલા થયેલ જાહેરાત પ્રમાણે સૌપ્રથમ 2 લાખ ઇલેક્ટ્રિક વ્હીકલની ખરીદી કરનાર લોકો માટે મોટા પાયે સબસીડીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મોટા પાયે સબસિડી મળી રહી છે.

આ યોજના તો સૌપ્રથમ જુલાઇ માસથી શરૂ થઈ ચૂકી છે ત્યારે 4 વર્ષના ટાર્ગેટ પ્લાન સાથે સૌપ્રથમ 2 લાખ ઉપભોક્તાઓને લાભ મળવાનો જ છે કે, જેમાં કેટલા કેટલા વાહનો સબસિડીને પાત્ર રહેશે તેની જાણકારી નીચે પ્રમાણે છે. આ યોજનાનો લાભ લેનાર લોકોને એક જ વાર સબસિડી મળી શકશે.

હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અમે તમારા માટે લઈને આવ્યા છીએ. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓની ઉપરાંત એવા ભાઈઓ બહેનો કે જે ઓટો ચલાવી રહ્યા છે કે, જેઓ પોતાનાં થ્રી વ્હીલર પર ધંધો ચલાવે છે એવા  મિત્રોને પણ આ સમાચાર ખૂબ કામના છે.

ગુજરાત ઇલેક્ટ્રિક ઈ વ્હીકલ સ્કીમ 2021:
ગુજરાત સરકારના ક્લાયમેટ ચેન્જ ડીપાર્ટમેન્ટ દ્વારા પર્યાવરણમાં પ્રદૂષણમાં ઘટાડો લાવવા માટે તેમજ બેટરી સંચાલિત તથા ઈલેક્ટ્રીક વાહનોનો વપરાશ વધારવા આ યોજનાને અમલી બનાવવામાં આવી છે. ‘Electric Vehicle Subsidy Gujarat’ યોજના ગુજરાતનાં પૂર્વ CM વિજયભાઈ રૂપાણી દ્વારા 17 સપ્ટેમબરે બહાર પાડવામાં આવી હતી.

કેટલી રકમ મળશે?
આ Subsidy Scheme અંતર્ગત ધોરણ-9 થી 12 તથા કોલેજના વિદ્યાર્થીઓ માટે બેટરી સંચાલીટ દ્વિ-ચક્રી વાહનની ખરીદી પર 12,000 રૂપિયા જયારે નાગરિકો તથા સંસ્થા માટે ત્રિ ચક્રી વાહનની ખરીદી પર 48,000 રૂપિયાની સબસીડી મળવાપાત્ર થશે.

કયા ડોક્યુમેન્ટ્સ જોઈએ?
આ યોજનામાં લાભ મેળવવા માટે વિદ્યાર્થીનું બોનાફાઈડ સર્ટીફિકેટ અથવા તો માર્કશીટ, લાભાર્થીનું આધારકાર્ડ, જાતિનું પ્રમાણપત્ર, બેંક ખાતાની નકલ, શાળા/કોલેજની ફી ભર્યાની પહોંચ, પાસપોર્ટ સાઈઝનો ફોટો, ડ્રાઇવિંગ લાઇસન્સની જરૂર પડશે.

હવે નીચેના સ્ટેપ્સ ફોલો કરો:
સૌપ્રથમ તો લાભાર્થીએ પોતાના Application Form માં માંગ્યા પ્રમાણેની જાણકારી ભરવાની રહેશે. આની સાથે જ એપ્લિકેશન ફોર્મ ભરીને ડોક્યુમેન્‍ટ પણ જોડવાના રહેશે. બાદમાં ઉત્પાદક અને મોડેલની પસંદગી કરીને પસંદ કરીને એમ્પેનલ થયેલ કંપનીઓ પાસેથી સહિ-સિક્કા કરવાના રહેશે.

આની સાથોસાથ જ અરજીપત્રકમાં માહિતી ભર્યા પછી તેમજ મોડેલની પસંદગી કરીને પસંદ કરવામાં આવેલ ઉત્પોદકોના ડીલર્સ પાસે ફોર્મ જમા કરાવી શકાશે. Electric Bike Subsidy in Gujarat નો લાભ લેવા માટે અરજી ફોર્મ GEDA ની ઓફિસ ખાતે પણ જમા કરાવી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…