એકસમયે પૈસાની તંગી હોવા છતાં હિંમત ન હારી, જમ્બો જામફળની ખેતીમાંથી ગુજરાતના આ ખેડૂતે કરી લાખોની કમાણી

108
Published on: 9:36 am, Mon, 18 October 21

સોસિયલ મીડિયા પર અવારનવાર સફળ ખેડૂતોની કહાની સામે આવતી હોય છે ત્યારે હાલમાં આવી જ એક જાણકારી સામે આવી છે. મગનભાઈ રાજ્યમાં આવેલ મોરબીમાં 15 એકર જમીન ધરાવે છે કે, જેમાં તેઓ મગફળી, કપાસ, જીરું તથા અન્ય શાકભાજીનું વાવેતર કરતા હતા પણ પરંપરાગત ખેતીમાં મળી રહેલ નિષ્ફળતાને લીધે તેમને વધુ નફો ન હોંતો મળતો. એકસાથે 6 સભ્યોના પરિવારના પોષણ માટે તેમને ક્યારેય પૂરતી કમાણી થતી ન હતી.

વર્ષોથી તેમની આવક અસ્થિર રહેતી હતી. એક એકરમાંથી તેમને માંડ 14,000 રૂપિયાની કમાણી થતી હતી. આજ સુધી ક્યારેય 5 લાખ કરતાં વધુ નફો તો મળ્યો જ ન હતો. એ દિવસો યાદ કરતાં તેઓ જણાવે છે કે, ખુબ ઓછી આવકને લીધે બાળકોના શિક્ષણ તેમજ પરિવારની દૈનિક જરૂરના ખર્ચને પહોંચી વળવું પણ ખુબ મુશ્કેલ બન્યું હતું.

નજીવી કમાણીથી અસંતુષ્ટ, તેમણે આ ધંધો છોડી દેવાનો તેમજ અન્ય ધંધામાં રોકાણ કરવાનું નક્કી કર્યું હતું પણ વર્ષ 2015 માં, તેમના દીકરા ચિરાગે તેમને એક થાઇના અનેકવીધ જાતના જામફળ સાથે પરિચય કરાવ્યો હતો કે, જેને લીધે તેમના પરિવારનો ભાગ્યોદય થયો હતો. આ નવી વિવિધતામાં, ઓર્ગેનિક ફાર્મિંગ સાથે પૂરક તેમજ વૈજ્ઞાનિક તકનીકોને અપનાવીને મગનને 1.5 કિલોનું જામફળ ઉગાડવામાં મદદ મળી હતી.

નવો અભિગમ અપનાવ્યો:
મગને સ્થાનિક નર્સરીમાંથી અનેકવિધ થાઇ વિવિધતાઓ ખરીદીને યુટ્યુબ પરથી અને આજુબાજુના કેટલાક જામફળના ખેડુતોની મદદથી ઉગાડવાની તકનીક શીખી હતી. તેઓ જણાવે છે કે, બે છોડ વચ્ચે 8 ફૂટનું અંતર રાખીને તેમાં ટપક સિંચાઈ, લીલા ઘાસ તેમજ બીજી વૈજ્ઞાનિક પદ્ધતિઓ શામિલ કરી છે.

તેઓ જણાવે છે કે, શરૂઆતમાં તેમણે હળદર તેમજ બીજા છોડને જામફળના વાવેતરની વચ્ચે ઉગાડવામાં આવ્યા હતા પણ જેમ-જેમ છોડ વધતા ગયા તેમ-તેમ અન્ય છોડને પૂરતો સૂર્યપ્રકાશ ન મળી શકતાં અમે ફક્ત જામફળ પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. શરૂઆતમાં છોડ 350 ગ્રામ વજનનું ફળ આવતું હતું.

એકવખત પાક તૈયાર થઈ ગયા પછી મગનભાઈ તેમને માર્કેટમાં લઈ ગયા હતા. આ અંગે તેઓ જણાવે છે કે, તેમને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. ઓર્ગેનિક પદ્ધતિની મદદથી ઉગાડવામાં આવ્યાં હોવાને લીધે માર્કેટમાં ઉપલબ્ધ અન્ય ફળો કરતાં તેનો સ્વાદ ખુબ હટકે હતો. આ જામફળ પ્રમાણમાં નરમ હોવાથી તેમાં બીજ પણ બહુ ઓછાં હોય છે.

આ બાબતે વધુમાં વાત કરતાં તેઓ જણાવે છે કે, આ ફળને ઉગાડવા માટે ઑર્ગેનિક પદ્ધતિઓ અપનાવવી પણ એક મોટો પડકાર છે. માટીની ખાસ સંભાળ રાખવી પડે છે તેમજ પૂરતા પ્રમાણમાં સિંચાઈ પણ કરવી પડે છે. થોડી-ઘણી પણ જીવાત પડે તો તરત જ ધ્યાન આપવું પડે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…