ગુજરાત ભાજપના ધારાસભ્યે ખેડૂતો પાણી માટે આંદોલન કરશેની ઉચ્ચારી ધમકી, જાણો કોણ છે આવી હિંમત કરનાર

529
Published on: 6:21 pm, Sat, 16 April 22

પાણી ના મળવાને કારણે અનેક વાર ખેતરોમાં પાક સુકાય જતો હોય છે. એવામાં ખેડૂતોને ઘણું મોટું નુકસાન થતું હોય છે. ડભોઇ તાલુકાના ખેડૂતોને(farmers) સિંચાઇનું પાણી આપવા ડભોઇના ભાજપ ધારાસભ્ય શૈલેશ મહેતાએ(Dabhoi BJP MLA Shailesh Mehta) રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ(Chief Minister Bhupendra Patel)ના પત્ર લખ્યો છે અને તેમણે જણાવ્યું કે ખેડૂતોને વહેલી તકે પાણી આપવામાં આવે નહીં તો ઊનાળુ પાક બરબાદ થઈ જશે. અને ખેડૂતોના ખૂબ જ મોટું નુકસાન થશે.

ઉપરાંત તેઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર ખેડૂતો સાથે અન્યાય કરી રહી છે. હવે ભાજપના ધારાસભ્ય સરકાર સામે વાંધો ઉઠાવવા લાગ્યા છે. કહે છે કે લોકોના ઘરમાં નળ છે પણ પાણી નથી આવતું. આથી વધુ ખરાબ સ્થિતિ ખેડૂતોની થઈ ગઈ છે. છેલ્લા કેટલાક સમયથી ડભોઇ તાલુકાના ખેડૂતો સહિત જિલ્લાના વિવિધ ખેડૂતો દ્વારા ઉનાળુ પાકને બચાવવા માટે સિંચાઇનું પાણી આપવા સરકાર ને અલગ-અલગ ભાગોમાં રજૂઆત કરી હતી.

પરંતુ સરકાર દ્વારા કોઈ જવાબ મળ્યો નથી અને પાણી આપવામાં આવ્યું નથી. પરિણામ સ્વરૂપ ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતાએ ખેડૂતો નો પાણીનો પ્રશ્ન હલ કરવા માટે સરકાર સામે લડાઈમાં ઉતરી ગયા છે અને તેમાં ખેડૂતોને સિંચાઈ અને વહેલી તકે પાણી આપવા માટે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલે પત્ર પણ લખ્યો છે.

પાણી ન મળવાને કારણે ઉનાળુ પાક થઈ રહ્યો છે બરબાદ
જળક્રાંતિ કૃષિ ક્રાંતિ ની વાતો કરતી સરકાર ખેડૂતો પર અન્યાય કરી રહી છે અને ઉદ્યોગોને પૂરતા પ્રમાણમાં પાણી અને વિજળી પુરી પાડી રહી છે. પાણી ન મળવાને કારણે ખેડૂતોનો ઉનાળુ પાક સુકાઈ રહ્યો છે. પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને પાણી આપવામાં આવી રહ્યું નથી. જો ખેડૂતો ને જલ્દી પાણી નહીં મળે તો આ બધો જ ઉનાળુ પાક ખરાબ થઈ જશે અને ખેડૂતોને ખૂબ જ મોટું નુકસાન થશે.

ભાજપના ધારાસભ્ય ચીમકી આપી કે આંદોલન કરીશ
ભાજપના ધારાસભ્ય શૈલેશ મહેતાએ પત્રમાં મુખ્યમંત્રીને જણાવ્યું કે ખેડૂતોને પાણી નહીં મળે તો સરકારના અભિયાનને ધક્કો વાગશે. પાણી ન મળે તો ખેડૂતો આંદોલન કરશે એવી તેમણે ચીમકી આપી છે. છેલ્લે માર્ચ 31 નર્મદા નિગમ(Narmada Nigam) એ પાણી આપ્યું હતું ત્યારબાદ પાણી આપવાનું બંધ કરી દીધું છે. પરિણામે ખેડૂતોને હવે ઉનાળુ પાક બળી જવાની ચિંતા સતાવી રહી છે. પાક બળીને ખાખ થઈ જાય એ પહેલા સિંચાઇનું પાણી આપો તેવી હું આશા રાખું છું.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…વાંચી