જામફળ નહિ પરંતુ જામફળના પાંદડાનું સેવન કરવાથી શરીરને થાય છે આ છ ચમત્કારી ફાયદા

Published on: 11:13 am, Wed, 1 September 21

સોશિયલ મીડિયા પર અવારનવાર કેટલીક જાણકારીઓ સામે આવતી હોય છે. હાલમાં આપને ખુબ ઉપયોગી થાય એવી જાણકારી સામે આવી રહી છે. જામફળના ફાયદાઓ મહત્તમ લોકો જાણતાં હોય છે પરંતુ શું તમે તેના પાંદડાથી થતાં ફાયદાઓથી માહિતગાર છો? જી હાં, જામફળના પાંદડાઓમાં કેટલાંક ઔષધીય તત્વ મળી આવતાં હોય છે.

શરદીમાં થનાર તમામ બીમારીઓથી બચાવ કરે છે. આની સાથે જ પેટની સમસ્યાઓ, ડાયાબિટીસ તથા કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવાનું પણ કામ કરે છે. આપને ઉકાળાના સ્વરૂપમાં જામફળના પાંદડાનું સેવન પણ કરી શકો છો. આની સાથે જ તેને કાચુ ચાવીને પણ ખાઈ શકો છો. જે આપનાં સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી સાબિત થશે.

ગેસ અને કબજિયાતમાં મળે છે આરામ:
જે લોકોન ગેસ, અપચો, પેટમાં તથા કબજિયાતની સમસ્યા થાય છે, તેમણે જામફળના પાંદડાઓનું સેવન કરવું જોઈએ. તેના એન્ટીબેક્ટીરિયલ ગુણ પેટની ગંદકીને બહાર કરે છે તથા પેટને ઠંડક પહોંચાડે છે. આની સિવાય આ પાંદડા લોહી શોધકનું પણ કામ કરે છે. તેનું નિયમિતપણે સેવન કરવાથી સ્કિન પર ગ્લો આવે છે તથા ખીલ વગેરેની સમસ્યા દુર થઈ જાય છે.

કોલેસ્ટ્રોલ ઓછુ કરે:
જામફળના પાંદડાનું દરરોજ સેવન કરવાંથી કોલેસ્ટ્રોલ ઓછુ થાય છે. આની સાથે જ શરીરમાં લોહીનો સંચાર શ્રેષ્ઠ થાય છે. આની સાથે જ હાર્ટ અટેક તથા બ્રેન સ્ટ્રોકનો ખતરો પણ ખુબ ઓછો રહે છે.

શરદી, ખાંસીમાં આરામ:
મૌસમી શરદી, ખાંસી અથવા તો ખારાશની સમસ્યા થવાં મર જામફળના પાંદડાનો ઉકાળો દિવસમાં 3 વાર પીવામાં આવે તો ખૂબ જ આરામ મળે છે. કેટલાક દિવસ સુધી સતત સેવન કરવાથી જૂની ઉધરસ પણ મટી જાય છે.

ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખે છે ઉકાળો:
જામફળના પાંદડાનો ઉકાળો જો ડાયાબિટિસના રોગીઓને સવારમાં ખાલી પેટ આપવામાં આવે તો, તેમનું શુગર લેવલ નિયંત્રણમાં આવી જાય છે. જેને લીધે ડાયાબિટિસથી થનારી બધી જ સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે.

વાળને મજબૂત કરે:
જો તમારા વાળ વધારે પડતાં ખરતાં હોય છે તો જામફળના પાંદડાનો રસ વાળના મૂળમાં લગાવવા, થોડા દિવસમાં વાળ ખરતા બંધ થઈ જશે. આની સાથે જ ચમકદાર તથા ઘાટા થઈ જશે.

આ રીતે બનાવો ઉકાળો:
એક વાસણમાં દોઢ કપ પાણી લઈને જામફળના કેટલાક તાજા પાંદડા તોડીને એમાં નાખીને ધીમા તાપ પર ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી પાણી અડધુ ન રહી જાય. ત્યારપછી થોડો બ્લેક મરીનો પાવડર નાંખીને સ્વાદ માટે એક ચમચી મધ ભેળવીને તેને ગાળી ચાની જેમ પીવું જોઈએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…