ગ્રીષ્માના ભાઈએ કોર્ટમાં કર્યો મોટો ખુલાસો – હું બહેનને ફેનીલથી બચાવી શક્યો હોત, પણ થઇ ગઈ હતી આ એક ભૂલ

402
Published on: 5:15 pm, Wed, 9 March 22

સુરતના પાસોદરામાં થયેલા ગ્રીષ્મા હત્યાકાંડમાં હત્યા કરનાર ફેનિલ ગોયાણી વિરુદ્ધ કેસમાં મંગળવારનાં રોજ ફરિયાદી ગ્રીષ્માનાં ભાઇની આજે જુબાની લેવામાં આવી હતી. આ જુબાની દરમિયાન, ગ્રીષ્મા વેકરિયાની હત્યા પહેલા અને પછી, ગ્રીષ્માના નાના ભાઈએ સમગ્ર ચિત્ર કોર્ટમાં જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલા સામે રજૂ કર્યું હતું. જ્યારે ગ્રીષ્માનો નાનો ભાઈ આ બધી બાબતો રજૂ કરતો હતો ત્યારે તેનું હૈયું ભરાઈ આવ્યું હતું અને તેનો ભાઈ રડવા લાગ્યો હતો.

ગ્રીષ્માનો નાનો ભાઈ કોર્ટમાં જણાવે છે કે, જ્યારે આરોપી ફેનીલ ગોયાણી સોસાયટીની સામે ઊભો હતો. તે દરમિયાન હું તેને સમજાવવા ગયો હતો પરંતુ પેટમાં ચપ્પુ મારીને ભાગી ગયો હતો. આ પછી ગ્રીષ્મા આરોપી ફેનિલના હાથે ઝડપાઈ ગઈ હતી. અમે અમારી બેનને બચાવવા માટે જઈએ તે પહેલા ફેનિલએ ગ્રીષ્માનું ગળું કાપી નાખ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, આ ઘટનામાં એક તરફી પ્રેમમાં ફેનીલે ચપ્પુ વડે ગ્રીષ્માનુ ગળું કાપી હત્યા કરવાના ચકચારા બનાવમાં પોલીસ દ્વારા ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરાવવામાં આવતા ફેનીલે સોસાયટીમાં આવી આંટાફેરા કરી ૨૫ થી ૩૦ મિનિટ સુધી ખૂની ખેલ ખેલ્યો હતો.

જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા તમામ વિગતોના સીસીટીવી ફૂટેજ સાથે સમાનતા ચકાસવા પુરાવા એકત્ર કરવામાં આવ્યા હતા. અને આ કેસમાં ગણતરીના દિવસોમાં જ ચાર્જશીટ જારી કરવામાં આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…