ગ્રીષ્મા હત્યાકાંડ- ગ્રીષ્માની પાક્કી બહેનપણીએ આરોપી ફેનિલનું ખોલ્યું ચોકાવનારું રહસ્ય, કહ્યું કે કૉલેજમાં…

1560
Published on: 3:40 pm, Thu, 17 February 22

સુરતના લસકાણામાં યુવતી ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર હત્યાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકો હાલ જલ્દીથી જલ્દી યુવતીને ન્યાય મળે તેની રાહ જોઈ રહ્યા છે. ત્યારે આ સમયે ગ્રીષ્મની પાક્કી બહેનપણીએ ખોલ્યું રાજ. હાલ હત્યાનો આરોપી ફેનિલ પોલીસની પકડમાં છે. પોલીસે હાલ સમગ્ર કેસમાં યુદ્ધના ધોરણે તપાસ કરી રહી છે.

ફેનિલ ગોયાણી માથે કાળ લઈને ફરતો હોવાનું સામે આવ્યું છે. તે 12 ફેબ્રુઆરીના રોજ ખુબ જ ગુસ્સામાં હોવાનો ખુલાસો થયો છે. હત્યાના દિવસે પ્લાનિંગપૂર્વક હત્યા કરવાનું નક્કી કરેલું હતું. આ ઓડિયો પણ હાલમાં ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. ફેનિલ સૌપ્રથમ ગ્રીષ્માની અમરોલી ખાતે આવેલી J.Z શાહ કોલેજ પહોંચી ગયો હતો. ત્યાં તેની બહેનપણી બહાર ઉભી હતી. ત્યારે આરોપી ફેનીલે તેણીને કહ્યું કે ગ્રીષ્મા બોલવ મારે તેને મળવું છે.

પરંતુ તે સમયે કદાસ ગ્રીષ્માનાં નસીબ સારા હશે. તેથી તે કલાસમાં હતી. આરોપી ફેનિલને ગ્રીષ્માની સહેલીએ કહ્યું કે તે અત્યારે ક્લાસમાં છે એટલે બહાર નીકળી શકશે નહીં. આ વાત થતાં તરત જ ગ્રીષ્માની બહેનપણીએ ગ્રીષ્માને બધું કહી દીધું. ત્યારબાદ ગ્રીષ્માએ તેની માસીને કેમ્પસ પર બોલાવીને તેની સાથે ઘરે જતી રહી હતી, જેથી કોલેજમાં તે બચી ગઈ હતી. જોકે માથે કાળ લઈને ફરતો ફેનિલ સાંજના સમયે તેના ઘરે પહોંચી ગયો અને ત્યાં જ જાહેરમાં ગળું કાપી હત્યા કરી નાખી હતી.

ગ્રીષ્માની હત્યા કોલેજમાં થઈ હોત
છેલ્લા ઘણા દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પપ્પા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. 12મી ફેબ્રુઆરીના રોજ ફેનિલ ગ્રીષ્માને મળવા કોલેજ ગયો હતો. ત્યારે કોલેજમાં રોજની જેમ ગ્રીષ્મા કલાસમાં અભ્યાસ કરી રહી હતી. બહાર ગ્રીષ્માની બહેનપણી ફેનિલને મળી હતી. તેણે ગ્રીષ્માને મળવાની વાત કરી હતી. ત્યારે બહેનપણીએ કહ્યું,

ગ્રીષ્મા ક્લાસમાં છે, અત્યારે ન આવી શકે. બીજી તરફ ગ્રીષ્માને જાણ થતાં તેણે માસીને કોલેજ પર લેવા બોલાવી હતી. માસી ગ્રીષ્માને અમરોલી કોલેજ લેવા ન આવી હોત તો કદાચ ફેનિલે ગ્રીષ્માની હત્યા કોલેજ કેમ્પસમાં જ કરી નાખત, તેવો ઘટસ્ફોટ પોલીસ તપાસમાં સામે આવ્યો છે. યુવકે અચાનક છરી જેવા ધારદાર હથિયાર સાથે લઈ યુવતીના ઘર બહાર તોફાન મચાવ્યું હતું. એ બાદ યુવતીના મોટા પપ્પાએ ગુસ્સે થઈ યુવકને હાંકી કાઢતાં છરીથી હુમલો કરી દીધો હતો. યુવતી વચ્ચે પડતાં યુવતીને બંધક બનાવી લોકોને આસપાસ ન આવવા ધમકી આપી રહ્યો હતો. યુવકે અચાનક યુવતીનો ભાઈ છોડાવવા જતાં તેના ગળા પર છરી હુલાવી દીધી હતી અને ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…