
સમગ્ર રાજ્યમાં હત્યાના બનાવોમાં સતત વધારો થતો જઈ રહ્યો છે. ઘણીવાર પિતા પુત્રની તો પૌત્ર કોઈ સંબંધીની હત્યા કરી નાંખતો હોય છે ત્યારે હાલમાં આવી જ એક ઘટનાને લઈ સમાચાર સામે આવ્યા છે. વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં આવેલ પોપડીપુરા ગામમાં એકલવાયું જીવન પસાર કરતા 70 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.
પોલીસ દ્વારા ઘટનાસ્થળે પર જઇને તપાસ કરતા વૃદ્ધાની હત્યા કરી હોવાનાં અનુમાનની સાથે તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન પૌત્રએ જ દાદીની 2 વીઘા જમીન માટે હત્યા કરી નાંખી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા હત્યારા પૌત્રની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
જમીન માટે ઝઘડો કરીને દાદીને માર મારતો:
વાઘોડિયામાં આવેલ પોપડીપુરા ગામમાં રહેતા વેસ્તીબેન રતિલાલ નાયક એકલવાયું જીવન પસાર કરી રહ્યા હતા. 5 વર્ષ અગાઉ તેમના પતિનું નિધન થયું હતું. વેસ્તીબેને પોતાની ગામની સીમમાં આવેલ 2 વિઘા જમીન બાજુમાં રહેતા રમેશભાઇ કાનજીભાઇ પરમારને 2.25 લાખ રૂપિયામાં છેલ્લા 20 વર્ષથી ગીરવે આપી હતી કે, જે જમીનમાં હાલ રમેશભાઈ ખેતી કરી રહ્યા છે. વૃદ્ધાનો પૌત્ર વિક્રમ દાદી સાથે તકરાર કરીને જમીન પોતાના નામે કરાવવા ઝઘડો કરીને માર મારતો હતો.
માર માર્યા પછી પૌત્રએ દાદીની હત્યા કરી:
4 દિવસ અગાઉ વિક્રમ દાદીની સાથે રહેવા આવ્યો હતો. ગત રાત્રે વેસ્તીબેન પાસે રહેતા જીતેન્દ્રભાઇને ત્યાં જમવાનું લેવા ગયા ત્યારે વિક્રમ જમીન પોતાના નામે કરાવવા અંગે ઝઘડો કરીને બીભત્સ ગાળો આપવા લાગ્યો હતો. આ દરમિયાન રાત્રે 2 વાગ્યે ફરીથી વેસ્તીબેનની સાથે ઝઘડો કર્યો હતો.
આની સાથે જ જમીન પોતાના નામે કરવા જણાવ્યું હતું. જો કે, ત્યારે તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પૌત્ર વિક્રમે 2 વીઘા જમીન માટે દાદીને માર માર્યા પછી તેને સંતોષ ન થતાં છેવટે દાદીનું ગળું દબાવી હત્યા કરીને ત્યાંથી ભાગી ગયો હતો. હાલમાં તપાસ ચાલી રહી છે.
પોલીસે ગ્રામજનોના નિવેદન લીધા:
વહેલી સવારમાં ગામલોકો વૃદ્ધા વેસ્તીબેનના મૃતદેહને જોઇ ગ્રામજનોએ આ વિશેની જાણ પોલીસને કરતા પોલીસ દ્વારા ઘટનાસ્થળે જઇને તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં વેસ્તીબેનની હત્યા થઇ હોવાનું સામે આવતા પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોક્લીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
પોલીસે હત્યાના આરોપી પૌત્રની ધરપકડ કરી:
તપાસ વખતે પોલીસે ગ્રામજનોના નિવેદન લીધા પછી ફુલપુરી ગામમાં રહેતા સબંધીને ત્યાં જતા રહેલા વિક્રમની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત કર્યાં પછી પૂછપરછ કરતા વિક્રમે જમીન માટે દાદીનું ઢીમ ઢાળી દીધા હોવાની કબૂલાત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા પૌત્ર વિક્રમ નાયકની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…