વિસનગર(ગુજરાત): આજકાલ એવા ઘણા કિસ્સા સામે અવી રહ્યા છે જેમાં વીજકરંટ(Electric current) લાગવાથી મોત નીપજતા હોય છે. ત્યારે ફરીવાર એવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં ખેરાલુ(Kheralu)ના મોટા બારોટવાસ(Barotvas)માં કપડાં સુકવી રહેલાં 54 વર્ષીય મહિલા અને તેમના 8 વર્ષીય પૌત્રને વીજકરંટ લાગતાં વડનગર સિવિલ(Vadnagar Civil)માં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં.
જોકે, દાદી અને પૌત્ર બંનેનાં મોત નીપજ્યા હતાં. મળતી માહિતી મુજબ, ખેરાલુ શહેરના મોટા બારોટ વાસમાં રહેતા બારોટ જીગ્નેશકુમાર પ્રકાશભાઈનાં માતા ચારુબેન રવિવારે સવારે 10 વાગે કપડાં ધોઇને ઘર આગળ લોખંડના તાર ઉપર સુકવી રહ્યા હતાં ત્યારે અચાનક જ વીજ કરંટ લાગ્યો હતો.
જ્યારે તેમની પાસે ઉભેલ તેમનો આઠ વર્ષીય પૌત્ર પુષ્કર પણ દાદી ચારુબેનને અડતાં તેને પણ વીજકરંટ લાગ્યો હતો. જેથી આજુબાજુમાંથી દોડી આવેલા લોકો દ્વારા બંનેને ગંભીર હાલતમાં તાત્કાલિક સારવાર અર્થે ખેરાલુ સિવિલ ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં ફરજ પરના ડોકટરે તેમને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે વડનગર સિવિલમાં રિફર કર્યાં હતાં. જ્યાં દાદી અને પૌત્રનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. આ બનાવ અંગે ખેરાલુ પોલીસને જાણ કરવામાં આવતા બંનેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપાતાં કરુણ દ્રશ્યો સર્જાયા હતાં. પોલીસ દ્વારા હાલ આ અંગે અકસ્માતે મોતની નોંધ કરવામાં આવી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…