મોદી સરકારનું આજદિન સુધીનું સૌથી મોટું એલાન – આ લોકોને જીવનભર મળશે પેન્શનનો લાભ

259
Published on: 3:25 pm, Fri, 1 October 21

પારિવારિક પેન્શનનાં હકદાર લોકો માટે હાલમાં એક ખુબ અગત્યના સમાચાર સામે આવ્યા છે. આપને જણાવી દઈએ કે,  હાલમાં જ મોદી સરકાર દ્વારા માનસિક અથવા તો શારીરિક અક્ષમતાથી પીડિત બાળકો તેમજ ભાઈઓ-બહેનોને પારિવારિક પેન્શન આપવામાં આવશે.

આ યોજનામાં રહેલ આવક લિમિટમાં પણ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવા બાળકો તથા ભાઈ-બહેન આજીવન પરિવારિક પેન્શન માટે પાત્ર રહેશે. જો તેમની અન્ય આવક તેમના પેન્શનની આવક કરતા ખુબ ઓછી રહે તો એટલે કે, મૃતક સરકારી કર્મચારીઓ દ્વારા મળેલ અંતિમ વેતનના 30% તથા સંબંધિત પેન્શન માટે તેના પર સ્વીકાર્ય મોંધવારીની રાહતને મળીને પેન્શન બનશે.

જાણો શું મળશે લાભ?
આવા મામલે 8 ફેબ્રુઆરી વર્ષ 2021થી મળશે. હાલમાં દિવ્યાંગ બાળકો અથવા તો ભાઈ-બહેન પરિવાર પેન્શન માટે પાત્ર છે. જો પરિવાર પેન્શનની ઉપરાંત બીજા કોઈ સ્ત્રોતથી દિવ્યાંગ બાળકો તથા ભાઈ-બહેનની કુલ માસિક આવક 9,000 રૂપિયાની સાથે જ તેના પર મોંઘવારી ભથ્થાથી વધુ નથી.

આની પહેલા સરકાર દ્વારા બેન્ક કર્મચારીના પરિવારને રાહત આપવા માટે ‘ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશન’ના પરિવાર પેન્શનના અંતિમ નક્કી કરવામાં આવેલ વેતનના 30% સુધી વધવાના પ્રસ્તાવને પરવાનગી આપી દેવામાં આવી છે. સરકાર દ્વારા આ પગલાંથી બેન્ક કર્મચારીઓનું પ્રતિ પારિવારિક પેન્શન 35,000 રૂપિયા કરાયું છે.

પારિવારિક પેન્શન વૃદ્ધિ તથા નિયોક્તાના યોગદાનમાં વધારાનો પણ પ્રસ્તાવ:
સાર્વજનિક ક્ષેત્રના બેન્ક કર્મચારીના વેતન સંશોધન પર 11માં દ્વિપક્ષીય સમજોતામાં જેના પર ઈન્ડિયન બેન્ક એસોસિએશન દ્વારા 11 નવેમ્બર વર્ષ, 2020એ યુનિયનોની સાથે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પેન્શન યોજના અંતર્ગત પારિવારિક પેન્શન વૃદ્ધિ તથા નિયોક્તાના યોગદાનમાં વધારાનો પણ પ્રસ્તાવ હતો.

જેને સ્વીકાર કરવામાં આવ્યો આવ્યો છે. આની પહેલા આ યોજનામાં પેન્શનભોગીના અંતિમ આવક વેતનના 30% સુધીનો સ્લેબ હતો. જેમાંથી વધારાની સીમાં 9,284 રૂપિયા હતી. તે ખૂબ જ મામુલી રકમ હતી. ફક્ત આટલું જ નહીં સરકાર દ્વારા નવી પેન્શન યોજના અંતર્ગત નિયોક્તાઓને યોગદાન માટે હાલમાં 10% વધારીને 14% કરવાના પ્રસ્તાવને પણ પરવાનગી આપી દેવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ @KhedutSupportPage ફેસુબક પેજ લાઇક કરો. આભાર…